IND Vs ENG 5th Test Live/ રોહિત-ગિલની સદી પછી પૂંછડિયાઓના સથવારે ભારતની ઇંગ્લેન્ડ પરની લીડ 255

ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની શ્રેણીમાં પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ભારત બીજા દિવસની રમતના અંતે મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. કેપ્ટન રોહિત શર્માની કારકિર્દીની 12મી સદી અને શુબમન ગિલની ચોથી સદી બાદ પૂંછડિયાઓની બેટિંગના સથવારે ભારતે ઇંગ્લેન્ડ સામે 255 રનની લીડ મેળવી છે.

Top Stories Breaking News Sports
Beginners guide to 2024 03 08T113046.524 રોહિત-ગિલની સદી પછી પૂંછડિયાઓના સથવારે ભારતની ઇંગ્લેન્ડ પરની લીડ 255

ધર્મશાલાઃ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની શ્રેણીમાં પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ભારત બીજા દિવસની રમતના અંતે મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. કેપ્ટન રોહિત શર્માની કારકિર્દીની 12મી સદી અને શુબમન ગિલની ચોથી સદી બાદ પૂંછડિયાઓની બેટિંગના સથવારે ભારતે ઇંગ્લેન્ડ સામે 255 રનની લીડ મેળવી છે. ભારતે બીજા દિવસની રમતના અંતે 8 વિકેટે 473 રન કર્યા હતા. કુલદીપ યાદવ 27 અને બુમરા 19 રને રમતમાં હતા. બંનેએ નવમી વિકેટની 45 રનની ભાગીદારી નોંધાવી હતી.

કેપ્ટન રોહિત શર્મા અને શુબમન ગિલ વચ્ચે બીજી વિકેટની 271 રનની ભાગીદારી નોંધાઈ હતી. રોહિત શર્માએ 162 બોલમાં 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી કારકિર્દીની બારમી સદી કરતાં 103 રન ફટકાર્યા હતા. જ્યારે શુબમન ગિલે 150 બોલમાં 12 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 110 રનના સ્વરૂપમાં ચોથી સદી ફટકારી હતી.  ઇંગ્લેન્ડ તરફથી બશીરે ચાર વિકેટ ઝડપી હતી, પરંતુ તેના માટે તેણે 44 ઓવર નાખી હતી. ભારતે એક જ રનના ઉમેરામાં ત્રણ વિકેટ ગુમાવતા તે 430ની આસપાસ ઓલઆઉટ થઈ જશે તેમ લાગતું હતું, પરંતુ કુલદીપ યાદવ અને બુમરાહની બેટિંગે તે શક્ય બનાવ્યું ન હતી.

ભારતે 450 રન 108.6 ઓવરમાં 8 વિકેટે પૂરા કર્યા, આ સાથે ભારતની લીડ 232 રનની થઈ ગઈ હતી

ભારતીય ટીમનો સ્કોર 420 રનને પાર કરી ગયો છે અને તેની સાત વિકેટ પડી ગઈ છે. પ્રથમ દાવના આધારે ભારતની લીડ 200 રનથી વધુ છે.

ભારતીય ટીમનો સ્કોર 400 રનને પાર કરી ગયો છે. તેની પાંચ વિકેટ પડી છે.

ભારતીય ટીમનો સ્કોર 370 રનને પાર કરી ગયો છે.

ચાના સમય સુધી ભારતીય ટીમનો સ્કોર 376/3 પર પહોંચી ગયો છે.

ભારતીય ટીમનો સ્કોર 360 રનને પાર કરી ગયો છે.

ભારતીય ટીમનો સ્કોર 350 રનને પાર કરી ગયો છે, તેની ત્રણ વિકેટ પડી છે.

ભારતીય ટીમનો સ્કોર 330 રનને પાર કરી ગયો છે, ત્રણ વિકેટ પડી છે.

ભારતીય ટીમનો સ્કોર 310 રનને પાર કરી ગયો છે, તેની ત્રણ વિકેટ પડી છે.

ભારતીય ટીમનો સ્કોર 300 રનને પાર કરી ગયો છે, ત્રણ વિકેટ પડી છે.

ભારતીય ટીમનો સ્કોર એક વિકેટે 290 રનને પાર કરી ગયો છે.

ઈંગ્લેન્ડની ટીમ પહેલા દિવસે 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે. દેવદત્ત પડિકલ અને શુભમન ગિલ ક્રિઝ પર છે. ભારતીય ટીમનો સ્કોર એક વિકેટે 270 રનને પાર કરી ગયો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ ધર્મશાલામાં ચાલી રહી છે. આજે (8 માર્ચ) મેચનો બીજો દિવસ છે. ઈંગ્લેન્ડની ટીમ પહેલા દિવસે 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે. રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રિઝ પર છે. લંચ સુધી ભારતીય ટીમનો સ્કોર 264/1 છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ધર્મશાલા ટેસ્ટમાં ભારતીય ટીમે અત્યાર સુધી મજબૂત પકડ જાળવી રાખી છે. ભારતના સ્પિન બોલરોએ પ્રથમ બેટિંગ કરવા આવેલા ઈંગ્લિશ બેટ્સમેનોનો નાશ કર્યો અને માત્ર 218ના સ્કોર પર આખી ટીમને આઉટ કરી દીધી. જેના જવાબમાં ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી છે. યુવા વિસ્ફોટક બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ધર્મશાલામાં ફરી એકવાર અજાયબીઓ કરી છે અને અડધી સદીની ઇનિંગ રમી છે. યશસ્વીના આઉટ થયા બાદ રોહિત શર્મા અને શુભમન ગીલે દાવ સંભાળ્યો અને અડધી સદી ફટકાર્યા બાદ અણનમ રહ્યા.

 મેચ અપડેટ

ઈંગ્લેન્ડના 218 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે કેપ્ટન રોહિત શર્મા અને બેટ્સમેન યશસ્વી જયસ્વાલ વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. આ પછી રોહિત શર્મા અને શુભમન ગિલે ઇનિંગ સંભાળી અને ભારતનો સ્કોર માત્ર એક વિકેટના નુકસાને 200ને પાર કરી ગયો. આ સાથે ભારતીય ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. રોહિત શર્મા અને શુભમન ગિલ બંનેએ અડધી સદી ફટકારી છે અને અણનમ છે. આ સિવાય જયસ્વાલે 58 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી છે. આ દરમિયાન તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 3 છગ્ગા પણ લાગ્યા હતા. જયસ્વાલ જે રીતે બેટિંગ કરી રહ્યો હતો તે જોઈને લાગી રહ્યું હતું કે તે ફરી એકવાર પોતાની ઈનિંગ્સને મોટી બનાવશે, પરંતુ તે શોએબ બશીરના બોલનો શિકાર બન્યો અને પેવેલિયન પરત ફર્યો.

ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, દેવદત્ત પડિકલ, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, જોની બેરસ્ટો, ઓલી પોપ, બેન ડકેટ, જો રૂટ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન, શોએબ બશીર.

રોહિત શર્મા ઇતિહાસ રચશે

તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા ધર્મશાલા ટેસ્ટમાં બે મોટા રેકોર્ડની ઉમર પર ઉભો છે. રોહિત આ મેચમાં પોતાની 600 આંતરરાષ્ટ્રીય સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની શકે છે. રોહિત પછી ક્રિસ ગેલ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સિક્સર મારવાના મામલે બીજા નંબર પર છે, તેણે કુલ 553 સિક્સર ફટકારી છે. આ સિવાય રોહિત શર્મા આજે ભારતીય ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની શકે છે. હાલમાં વિરેન્દ્ર સેહવાગ 90 છગ્ગા સાથે પ્રથમ સ્થાને છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ