Not Set/ મુલાયમસિંહને મળી રાહત, કારસેવકો પર ગોળી ચલાવવા અંગે FIR ની અરજી થઈ રદ

નવી દિલ્હી: બુધવારે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવા માટે કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. Supreme Court dismisses a petition seeking registration of FIR against former UP Chief Minister Mulayam Singh Yadav, for giving an order to open fire on Kar Sewaks in 1990 during […]

Top Stories India Trending Politics
Mulayam Singh got relief after Supreme Court dismissed petition of FIR Registration

નવી દિલ્હી: બુધવારે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવા માટે કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે.

આ અરજીમાં એવી અપીલ કરવામાં આવી હતી કે, ૧૯૯૦માં મુલાયમસિંહ યાદવે રામ મંદિરની માટે આંદોલન કરનારા કારસેવકો પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો.

અયોધ્યા ગોલીકાંડ

ઉલ્લેખનીય છે કે, તા. 2 નવેમ્બર ૧૯૯૦ના રોજ અયોધ્યામાં એકઠાં થયેલા કારસેવકોની ભીડ બેકાબુ થઈ રહી હતી. જેના અનુસંધાનમાં તત્કાલિન મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે ભીડને વિખેરવા માટે ગોળીઓ ચલાવવાનો (ફાયરિંગનો) આદેશ આપ્યો હતો. આ આદેશ પછી કેટલાય કારસેવકોના જીવ ગયા હતા. મુલાયમસિંહ યાદવના આ આદેશને ઈતિહાસના પાનાઓમાં ‘અયોધ્યા ગોલીકાંડ’ તરીકે ઓળખવામાં આવે છે.

Mulayam Singh got relief after Supreme Court dismissed petition of FIR Registration
mantavyanews.com

પોતાની સફાઈમાં મુલાયમે આવું કહ્યું હતું

જો કે આ કાંડના 23 વર્ષ પછી મુલાયમસિંહ યાદવે કહ્યું હતું કે, ‘તેમને અયોધ્યામાં કારસેવકો પર ગોળી ચલાવવાનો આદેશ આપવાનું દુઃખ છે,’ 23 વર્ષ પછી પોતાની સફાઈમાં મુલાયમસિંહે કહ્યું હતું કે, ‘તે સમયે મારી સામે મંદિર-મસ્જિદ અને દેશની એકતાનો સવાલ હતો. ભાજપવાળાઓએ અયોધ્યામાં 11 લાખ લોકોની ભીડ કારસેવા ના નામ એકઠી કરી દીધી હતી.’

Mulayam Singh got relief after Supreme Court dismissed petition of FIR Registration
mantavyanews.com

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગોલીકાંડમાં કારણે મુલાયમસિંહ યાદવની ઘણી ટીકાઓ પણ થઈ હતી અને આજે પણ તે કાંડ માટે મુલાયમ પર સવાલ ઉઠે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે ભાજપ અને વિશ્વ હિંદુ પરિષદની આગેવાની હેઠળ દેશભરમાંથી 11 લાખથી વધુ કારસેવકો એકઠાં થયા હતા.