પ્રહાર/ રાજીવ ગાંધી હત્યા મામલે દોષિતોને નિર્દોષ જાહેર સામે સરકારની રિવ્યુ પિટિશ મામલે કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર

કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં તમામ દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટના 11 નવેમ્બરના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી છે

Top Stories India
4 રાજીવ ગાંધી હત્યા મામલે દોષિતોને નિર્દોષ જાહેર સામે સરકારની રિવ્યુ પિટિશ મામલે કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર

સુપ્રીમ કોર્ટ તાજેતરમાં રાજીવ ગાંધી હત્યા કેસમાં દોષિતોને મુક્ત કરવાના સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો હતો. ત્યારે હવે કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં તમામ દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટના 11 નવેમ્બરના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી છે, રિવ્યુ પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે આ મામલો પૂર્વ વડાપ્રધાનની હત્યા સાથે સંબંધિત હોવાથી કોર્ટે આદેશ પસાર કરતા પહેલા કેન્દ્ર સરકારને સાંભળવી જોઈતી હતી.આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સેક્રેટકી કેસી વેણુગોપાલે આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે રાજીવ ગાંધીની હત્યાના દોષિતોને નિર્દોષ જાહેર કરવા સામે રિવ્યુ પિટિશન દાખલ કરવાનો ભારત સરકારનો નિર્ણય વિલંબિત જ્ઞાન આવ્યો છે છે. ભાજપ સરકાર આ મામલે સંપૂર્ણપણે ઉદાસીન રહી છે. ઘોડા છૂટૂ જાય પછી દરવાજાને તાળું મારવાનો શું અર્થ!