Not Set/ PM મોદી સાથે મતભેદ, પ્રવિણ તોગડિયાની જઈ શકે છે ખુરશી, VHPના અધ્યક્ષ માટે ૫૨ વર્ષ બાદ યોજાશે ચૂંટણી

ગુરુગ્રામ, વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના વર્તમાન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયાની ખુરશી ખતરામાં જોવા મળી રહી છે. VHPના ઈતિહાસના ૫૨ વર્ષ બાદ હવે આ સંસ્થાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે ચૂંટણી યોજવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ગત વર્ષે ૨૯ ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે ભુવનેશ્વરમાં વીએચપીના સભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં VHPના મહત્વના […]

India
dfhhfdh PM મોદી સાથે મતભેદ, પ્રવિણ તોગડિયાની જઈ શકે છે ખુરશી, VHPના અધ્યક્ષ માટે ૫૨ વર્ષ બાદ યોજાશે ચૂંટણી

ગુરુગ્રામ,

વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના વર્તમાન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયાની ખુરશી ખતરામાં જોવા મળી રહી છે. VHPના ઈતિહાસના ૫૨ વર્ષ બાદ હવે આ સંસ્થાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે ચૂંટણી યોજવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

ગત વર્ષે ૨૯ ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે ભુવનેશ્વરમાં વીએચપીના સભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં VHPના મહત્વના પદ માટે કોઈ નામ અંગે સહમતી સધાઈ ન હતી.

રાઘવ રેડ્ડી અને સદાશિવ કોકજે છે મેદાનમાં

વીએચપી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે હાલ બે ઉમેદવાર મેદાનમાં છે. વર્તમાન અધ્યક્ષ તોગડિયાના ખાસ ગણાતા રાઘવ રેડ્ડી છે જ્યારે બીજી બાજુ હિમાચલ પ્રદેશના પૂર્વ ગવર્નર વિષ્ણુ સદાશિવ કોકજે આ પદ માટે પોતાની મજબુત દાવેદારી દર્શાવી રહ્યાં છે. આ બંને ઉમેદવારોમાંથી જેની જીત થશે તે પ્રવિણ તોગડિયાની જગ્યાએ વીએચપીના નવા આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનશે.

૧૪ એપ્રિલના રોજ ગુરુગ્રામમાં યોજાશે ચૂંટણી

વીએચપીના જોઈન્ટ જનરલ સેક્રેટરી સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માટે ૧૪ એપ્રિલના રોજ ગુરુગ્રામમાં ચૂંટણી યોજવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું, આ પદ માટે આમ સહમતી ન બનવાના કારણે આ ચૂંટણી યોજાઈ રહી છે”.

આ પ્રકારે થાય છે ચૂંટણીની પ્રક્રિયા

વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી VHPના સભ્યો દ્વારા મતદાનની પ્રક્રિયાથી કરવામાં આવતી હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની પસંદગી ચૂંટાયેલા અધ્યક્ષ કરતા હોય છે.

મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર ચૂંટાઈને આવતા રાઘવ રેડ્ડી આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પદની ખુરશી પર પ્રવિણ તોગડિયાને બેસાડતા રહ્યાં છે. પરંતુ આ વખતે જયારે વિષ્ણુ સદાશિવ કોકજે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા તો પ્રવિણ તોગડિયાની ખુરશી જવી નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

પીએમ મોદી અને RSSના કારણે તોગડિયાની ખુરશી મુકાઇ ખતરામાં

માનવામાં આવી રહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રવિણ તોગડિયા વચ્ચે રામ મંદિર સહિતના અનેક મુદ્દાઓ અંગે મતભેદ સપાટી પર આવ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને પ્રવિણ તોગડિયા વચ્ચે પણ હિન્દુત્વના મુદ્દે અંતરના અહેવાલો આવી રહ્યા છે ત્યારે જોવામાં આવી રહ્યું છે કે તોગડિયાના સ્થાને અન્ય ઉમેદવારના નામ પર કળશ ઢોળવામાં આવી શકે છે.