SBI Loan Expensive: જ્યાં એક તરફ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ દર વધારી રહી છે, તો બીજી તરફ MCLR પણ વધારી રહી છે, જેના કારણે ગ્રાહકો માટે તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. હવે દેશની સૌથી મોટી બેંક SBIએ લોન મોંઘી કરી દીધી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોએ હવે લોન પર વધેલી EMI ચૂકવવી પડશે. SBIએ તમામ મુદત માટે MCLR વધાર્યો છે. બેંકે MCLRમાં 0.15 ટકાનો વધારો કર્યો છે. તેનાથી ગ્રાહકો માટે તમામ પ્રકારની લોન મોંઘી થશે. વધેલા દરો 15 નવેમ્બરથી એટલે કે આજથી જ લાગુ થઈ ગયા છે.
SBIએ એક મહિના અને ત્રણ મહિનાના MCLRમાં 0.15 ટકાનો વધારો કર્યો છે. આ વધારા સાથે બંને સમયગાળા માટે MCLR વધીને 7.75 ટકા થઈ ગયો છે. અગાઉ, સમાન સમયગાળા માટે MCLR 7.60 હતો. તે જ સમયે બેંકે છ મહિનાનો MCLR 0.15 ટકા વધારીને 8.05 ટકા કર્યો છે, જે 7.90 ટકા હતો. બેંકે રાતોરાત એટલે કે એક દિવસના MCLRમાં કોઈ ફેરફાર કર્યો નથી. એક વર્ષની મુદત સાથે MCLR નો ઉપયોગ મોટાભાગે ગ્રાહક લોન પરના દરોની ગણતરી કરવા માટે થાય છે. એ જ રીતે બે વર્ષ અને ત્રણ વર્ષનો MCLR, જે અગાઉ અનુક્રમે 8.15 ટકા અને 8.25 ટકા હતો, તે હવે 0.10 ટકા વધ્યો છે. એક મહિના અને ત્રણ મહિના માટે MCLR અનુક્રમે 0.15 ટકા વધીને 7.75 ટકા થયો છે. છ મહિનાનો MCLR 0.15 ટકા વધીને 8.05 ટકા થયો છે.
MCLR શું છે?
MCLR અથવા માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટ એ ન્યૂનતમ દર છે કે જેના પર બેંક તેના ગ્રાહકોને લોન આપે છે. ધિરાણ દરમાં કોઈપણ ફેરફારની સીધી અસર લોનના દરો પર પડે છે. જ્યારે લોન પર વ્યાજ દર વધે છે, ત્યારે EMI પણ આપમેળે વધી જાય છે. તેથી, હવે SBI ગ્રાહકોએ MCLR સાથે જોડાયેલી લોન પર વધેલી EMI ચૂકવવી પડશે.
આ પણ વાંચો: G20 Summit/શી જિનપિંગ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર કેમ થયા ગુસ્સે? વીડિયો આવ્યો સામે