Not Set/ સાઉદી અરેબિયાએ મોકલ્યો આટલા મેટ્રિક ટન ઓક્સીજન

સાઉદી અરેબિયા એ ૮૦  મેટ્રિક ટન ઓક્સિજન મુન્દ્રા પોર્ટ ઉપર રવાના કર્યું છે

Gujarat Trending
priyanka gandhi 21 સાઉદી અરેબિયાએ મોકલ્યો આટલા મેટ્રિક ટન ઓક્સીજન
  • સાઉદી અરેબિયા થી 80 મેટ્રિક ટન ઓક્સિજન મુન્દ્રા પોર્ટ પર આવવા રવાના કરાયું છે
  • સાઉદી અરેબિયા એ ભારત ને 80 મેટ્રિક ટન ઓક્સિજન 4 ISO ટેન્ક માં મોકલાવ્યા છે

કોરોનાવાયરસ ની બીજી લહેર ભારતમાં તરખાટ મચાવી રહી છે. ત્યારે ભારતના વિવિધ રાજ્યમાં માં દવા ટેસ્ટીંગ કીટ ઇન્જેક્શન અને ઓક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે. ભારત સરકારે ઓક્સિજન નિકાસ ઉપર હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે. તો સાથે ઇન્ડસ્ટ્રી માં વપરાતો ઓક્સિજન ઉપર પણ મોટાપાયે કાપ મૂક્યો છે. અત્યારે ભારતના મોટાભાગના દવાખાનાઓ કોરોના દર્દીઓ થી છલકાઈ રહ્યા છે. દરેક દવાખાનામાં અત્યારે ઓક્સિજન મોટા પાયે વર્તાઈ રહી છે. ત્યારે આવા સંજોગોમાં સાઉદી અરેબિયા ભારત ના કોરોના દર્દીઓ ની વહારે આવ્યું છે.

સાઉદી અરેબિયા એ ૮૦  મેટ્રિક ટન ઓક્સિજન મુન્દ્રા પોર્ટ ઉપર રવાના કર્યું છે. સાઉદી અરેબિયાએ ભારતને ૮૦ મેટ્રિક ટન ઓક્સિજન 4 iso ટેન્કમાં મોકલ્યો છે. સાઉદી અરેબિયાના દ્મ્મામ પોર્ટ થી આ ઓક્સિજન સિલિન્ડરો રવાના થયા છે આ ઉપરાંત 5000 ઓક્સિજનના સિલિન્ડર પણ સાઉદી અરેબિયા ભારત મોકલશે. હાલમાં ભારતમાં ઓક્સિજનની અછત છે ત્યારે સાઉદી અરેબિયા ભારતની મદદે આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં સતત કોરોના કેસનો આંકડો વધી રહ્યો છે. ભારતમા નોંધાતા કોરોના કેસ  વિશ્વ સ્તરે નવા વિક્રમો બનાવી રહ્યા છે. દેશમાં છેલ્લા કેટલાય દિવસથી ત્રણ લાખ કરતા વધુ કેસ સામે આવી રહ્યા છે. તો સાથે સાથે ઓક્સિજન ના અભાવે દર્દીઓના મોતનો આંકડો વધી રહ્યો છે.