Not Set/ #કોરોનાસંકટ/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 1076 કેસ સામે આવ્યા, 38 લોકોનાં થયા મોત

ભારતમાં કોરોના વાયરસનો ચેપ સતત વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,076 પોઝિટિવ કેસ નોંધાયા બાદ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 11,439 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 38 લોકોનાં મોત નીપજ્યાં છે, જેનાથી કોવિડ-19 રોગચાળાથી મૃત્યુઆંક 377 થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ કોરોના વાયરસનાં કુલ 11,439 […]

India

ભારતમાં કોરોના વાયરસનો ચેપ સતત વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,076 પોઝિટિવ કેસ નોંધાયા બાદ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 11,439 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 38 લોકોનાં મોત નીપજ્યાં છે, જેનાથી કોવિડ-19 રોગચાળાથી મૃત્યુઆંક 377 થઈ ગયો છે.

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ કોરોના વાયરસનાં કુલ 11,439 કેસમાંથી 9,756 સક્રિય કેસ છે. આ ઉપરાંત, 1,305 લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયનાં મંગળવારે સવારે 8 વાગ્યાનાં આંકડા મુજબ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને કારણે 178 જેટલા મોત થયા છે. હવે આ રોગચાળાથી પીડિતોની સંખ્યા વધીને 3,124 થઈ ગઈ છે.

દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિળનાડુ અને મધ્યપ્રદેશમાં કોરોના વાયરસનાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 2,687 કેસ નોંધાયા હતા, જેમાં 178 લોકોનાં મોત નીપજ્યાં છે. એકલા મુંબઇમાં બુધવારે 204 કોરોના વાયરસ પોઝિટિવ કેસ છે અને 11 લોકોનાં મોત નીપજ્યાં છે. મુંબઈમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 1,753 થઈ છે.

દિલ્હીમાં 1,561 ચેપગ્રસ્ત દર્દીઓ છે અને ત્યાં 30 લોકો મૃત્યુ પામ્યા છે. વળી તમિલનાડુમાં કોરોના વાયરસનાં 1,204 કેસ છે અને 12 લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 730 કેસ નોંધાયા છે, જ્યારે 50 લોકોનાં મોત નીપજ્યાં છે. મંગળવારે રાજસ્થાનમાં 108 નવા કોરોના વાયરસ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 83 જયપુરનાં છે.

ગુજરાતમાં પણ કોરોનાનાં દર્દીઓ વધી રહ્યા છે. આજે સામે આવેલી જાણકારી મુજબ રાજ્યમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 695 પર પહોંચી ગઇ છે. જ્યા 30 લોકો આ બિમારીને લઇને મોતને ભેટી ચુક્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં (404) નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.