Not Set/ કલમ 370 : પાકિસ્તાનમાં અટવાયા ગોધરાના વતની

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદ તેના પાકિસ્તાન વતી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ભારતના આ નિર્ણયથી  પાકિસ્તાન બરોબરનું રઘવાયું બન્યું છે. અને આ રઘવાટ માં તેને અનેક ટિપ્પણીઓ અને નિર્ણયો કર્યા છે. અને તેમાં તેને દુનિયાને સામે હાંસી પાત્ર બનવાનો વારો આવ્યો છે. પરંતુ અંહી આજે આપણે વાત કરીશું પંચમહાલ જીલ્લાના ગોધરાનની. કલમ 370  […]

Top Stories Gujarat Others
godhara કલમ 370 : પાકિસ્તાનમાં અટવાયા ગોધરાના વતની

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદ તેના પાકિસ્તાન વતી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ભારતના આ નિર્ણયથી  પાકિસ્તાન બરોબરનું રઘવાયું બન્યું છે. અને આ રઘવાટ માં તેને અનેક ટિપ્પણીઓ અને નિર્ણયો કર્યા છે. અને તેમાં તેને દુનિયાને સામે હાંસી પાત્ર બનવાનો વારો આવ્યો છે.

પરંતુ અંહી આજે આપણે વાત કરીશું પંચમહાલ જીલ્લાના ગોધરાનની. કલમ 370  નાબૂદ કર્યા પહેલા ગોધરાના કેટલાક વતની પોતાના પાકિસ્તાન રહેતા પરિજનોને મળવા માટે ગયા હત. અને ત્યાં અટવાઈ ગયા છે.

ગોધરાના  ૮૦થી વધુ નાગરીકો પાકીસ્તાનમાં અટવાઇ ગયા છે. ગોધરાના આ નાગરિકો કલમ ૩૭૦ હટાવાયા પહેલાં તેમના પરિજનોને મળવા પાકિસ્તાન ગયા હતા .દરમિયાનન ભારત સરકારે કલમ ૩૭૦ હટાવતાં બંને દેશો વચ્ચેનો વાહનવ્યવહાર બંધ થઇ ગયો છે. જેના લીધે ૮૦થી વધુ ગોધરાવાસીઓ પાકિસ્તાનમાં અટવાઇ ગયા છે.

ગોધરા ખાતે રહતા તેમના પરિજનોએ તેમના આ સગાને તાત્કાલિક પાકિસ્તાન થી પાર્ટ લાવવાની વ્યવસ્થા કરતી માંગ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે આ ભારતીયો કયારે પોતાના વતન પાછા ફરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન