દુર્ઘટના/ છત્તીસગઢના કોવિડ સેન્ટરમાં આગ લાગતા 4 લોકોનાં મોત

કોવિડ સેન્ટરમાં આગ લાગતાં 4 નાં મોત થયાં છે,

India
fire છત્તીસગઢના કોવિડ સેન્ટરમાં આગ લાગતા 4 લોકોનાં મોત

કોરોનાના કેસો ભયંકર રીતે વધી રહ્યા છે .કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવો સામાન્ય બની ગયાં છે.છત્તીસગઢની રાજધાની રાયપુરના એક કોવિડ સેન્ટરમાં અચાનક આગ લાગતાં 4 લોકોનાં મોત થયાં છે

કોરોનાની સૂનામી વચ્ચે કોવિડ હોસ્પિટલોમાં આગના બનાવો ખુબ વધી રહ્યાં છે ફાયરસેફટી હોવા છતાં પણ આગના બનાવો વધી રહ્યા છે ,છત્તીસગઢમાં પણ કેસો ખુબ વધી રહ્યાં છે તેના માટે સરકારે નવી ગાઇડલાઇન અમલી બનાવી છે .રાજધાની રાયપુરની હોસ્પિટલો ભરોયેલી જોવા મળે છે.છત્તીસગઢની રાજધાની રાયપુરની એક કોવિડ સેન્ટર હોસ્પિટલમાં આગ લાગતાં ચાર લોકોના મોત થયા છે રાયપુરના એસપી અજ્ય યાદવે જણાવ્યું હતું કે કોવિજ સેન્ચરની હોસ્પિટલમાં આગ લાગી હતી, એમાં 4 લોકોનાં મોત થયાં હતા,જેમાંથી એક વ્યક્તિ આગની ઝપેટમાં આવી જતાં તેનું મોત થયું હતું જયારે અન્ય ત્રણ લોકોની શ્વાસ રૂંધાઇ જવાથી  મોત થઇ છે .આગ કેવી રીતે લાગી તેની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.