AIMS/ કોરોનાની કોઇ વેક્સિન 100 ટકા અસરકાર નથી

વેકસિન 100 ટકા અસરકારક નથી

India
aims કોરોનાની કોઇ વેક્સિન 100 ટકા અસરકાર નથી

દેશમાં કોરોના સંક્રમણના કેસો પ્રતિદિન વધી રહ્યા છે. દેશની હાલત કોરોનાના લીધે  ખુબ  ભયંકર છે .ભારતમાં વેકસિન અમલીકરણ પૂરજાેશમાં ચાલી રહ્યું છે તે છતાં પણ 2 લાખથી વધુ કેસો સામે આવી રહ્યા છે. એવા પણ કેસો આવી રહ્યા છે  જેમા વેક્સિન લીધી હોય તે લોકોને પણ કોરોના થઇ રહ્યો છે. તેમના રિર્પોટ પોઝેટીવ આવી રહ્યા છે.એઇમ્સના ડાયરેકટરના મુજબ વેક્સિન 100 ટકા પરિણામ આપતી નથી પરતું વેક્સિનથી કોરોના વાયરસથી ગંભીર બિમાર થઇ શકતાં નથી.

એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે કોરોનાના વધતાં કોસો માટે અનેક પરિબળો જવાબદાર છે. જેમાં મુખ્યત્વે લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાં બાદ લોકો બેફિકર થઇ ગયાં હતાં તેના લીધે કોરોના સંક્રમણ વધી ગયો. બીજુ કારણ કે કોરોના વાયચસ ફરીથી પણ ચેપ લગાવી રહ્યો છે.વેક્સિન મામલે વધુમાં તેમણે કહ્યું કે આપણે યાદ રાખવું જોઇએ કે કોઇપણ  વેક્સિન 100 ટકા રીઝલ્ટ આપતી નથી પરતુંઆપણા શરીરના એન્ટી વાયરસ કોરોના વાયરસને રોકી શકે છે.જેનાથી ગંભીર બિમાર તમે થઇ શકશો નહી.