Political/ સરકારી કંપનીઓને લઇને રાહુલનો મોદી સરકાર પર શાંબ્દિક હુમલો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે જાહેર ક્ષેત્રની કંપનીઓ વિશે ટ્વીટ કર્યું છે.

India
PICTURE 4 104 સરકારી કંપનીઓને લઇને રાહુલનો મોદી સરકાર પર શાંબ્દિક હુમલો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે જાહેર ક્ષેત્રની કંપનીઓ વિશે ટ્વીટ કર્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, જાહેર ક્ષેત્રની કંપનીઓ બરબાદ થઈ ગઈ છે. તેને લઇને વડા પ્રધાન મોદીને આડે હાથ લીધા છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, દેશને ઘણું બધું વેઠવું પડ્યું છે, તો વળી ધનિષ્ઠ મિત્રોને લાભ થયો છે.

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે (09 ફેબ્રુઆરી) ટ્વીટ કર્યુ હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વિકાસ મોડેલમાં ભારતને નુકસાન થાય છે અને તેમના ખાસ મિત્રોને ફાયદો થાય છે. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું છે કે, “મિસ્ટર મોદીનાં વિકાસમાં જાહેર ક્ષેત્રનાં ઉપક્રમો (પીએસયુ) એકથી દસમાં ક્રમ સુધી સંકુચિત થઈ ગયા છે. દેશનું નુકસાન એ ખાસ મિત્રનો ફાયદો છે. ”2021 નાં ​​બજેટ રજૂ થયા બાદ રાહુલ ગાંધી દેશની આર્થિક નીતિઓ પર સતત સવાલ ઉભા કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ આ પહેલા પણ અનેક વખત ટ્વીટ કર્યું છે કે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિ નબળી છે. રાહુલ ગાંધીએ બજેટ 2021 ને ઠંડુ બજેટ પણ ગણાવ્યું હતું.

આ પહેલા બજેટમાં રાહુલ ગાંધીએ સૈનિકોનાં પેન્શન કાપવાને લઇને વડા પ્રધાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ન તો યુવા કે ન તો ખેડૂત, મોદી સરકાર માટે 3-4 ઉદ્યોગપતિ મિત્રો જ ભગવાન! રાહુલ ગાંધીએ અગાઉ પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારાને લઇને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકારે દેશ અને ગૃહ બંનેનું બજેટ બગાડ્યું છે.

Political / ‘મોદી હૈ તો મૌકા લીજીયે’ -વડા પ્રધાન મોદીના ભાષણની એક લાઈન જે રહી હિટ..

રાજકારણ / નીતિશકુમાર હવે ભાજપ સામે દાવ લેવાના મૂડમાં, આવી છે આ મુસ્તદ્દીની ચાલની ઢાલ

Political / ‘નિર્ણયોનું પોટલું પટારામાં’ છતા ઉમેદવારોની પસંદગી અંગે બન્ને પક્ષોમાં કકળાટનો સૂર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ