Not Set/ રક્ષામંત્રી રાજનાથ સિંહનું મોટું એલાન, 101 રક્ષા ઉપકરણોનાં આયાત પર લગાવ્યો પ્રતિબંધ

ચીન સાથે કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે રક્ષામંત્રી રાજનાથસિંહે દેશનાં રક્ષા સાધનોને લઈને મોટી જાહેરાત કરી છે. આત્મનિર્ભર ભારતને મોટો પ્રોત્સાહન આપવા સંરક્ષણ મંત્રાલયે 101 સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. સંરક્ષણ મંત્રાલયનાં આ નિર્ણય બાદ દેશમાં સંરક્ષણ ઉપકરણોનાં ઉત્પાદનમાં મોટો વધારો થશે. સંરક્ષણ પ્રધાને ખુદ ટ્વીટ કરીને આ સંદર્ભમાં ઘણી […]

India
4e86bc0286704113e6b579507dea00f2 રક્ષામંત્રી રાજનાથ સિંહનું મોટું એલાન, 101 રક્ષા ઉપકરણોનાં આયાત પર લગાવ્યો પ્રતિબંધ
4e86bc0286704113e6b579507dea00f2 રક્ષામંત્રી રાજનાથ સિંહનું મોટું એલાન, 101 રક્ષા ઉપકરણોનાં આયાત પર લગાવ્યો પ્રતિબંધ

ચીન સાથે કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે રક્ષામંત્રી રાજનાથસિંહે દેશનાં રક્ષા સાધનોને લઈને મોટી જાહેરાત કરી છે. આત્મનિર્ભર ભારતને મોટો પ્રોત્સાહન આપવા સંરક્ષણ મંત્રાલયે 101 સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. સંરક્ષણ મંત્રાલયનાં આ નિર્ણય બાદ દેશમાં સંરક્ષણ ઉપકરણોનાં ઉત્પાદનમાં મોટો વધારો થશે. સંરક્ષણ પ્રધાને ખુદ ટ્વીટ કરીને આ સંદર્ભમાં ઘણી માહિતી આપી છે અને કહ્યું છે કે, વડા પ્રધાનનાં આત્મનિર્ભર ભારત માટેનાં આદેશ બાદ સંરક્ષણ મંત્રાલયે આ મોટું પગલું ભર્યું છે.

સંરક્ષણ મંત્રાલયે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત 101 સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. સંરક્ષણ પ્રધાને આ સંદર્ભમાં અનેક ટ્વિટ કર્યા અને કહ્યું કે, સંરક્ષણ મંત્રાલયે સ્વનિર્ભર ભારત અભિયાનને આગળ ધપાવવાની તૈયારી કરી લીધી છે. મંત્રાલય દ્વારા 101 માલની સૂચિ તૈયાર કરવામાં આવી છે, જેના આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આત્મનિર્ભર ભારત તરફ આ એક મોટું પગલું છે. પીએમ મોદીએ આ સ્વનિર્ભર ભારત અભિયાન માટે હાકલ કર્યા પછી સંરક્ષણ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સંરક્ષણ ઉદ્યોગને મોટા પાયે ઉત્પાદન કરવાની મંજૂરી મળશે.

 

સંરક્ષણ પ્રોડક્ટ્સનાં ઘરેલું ઉત્પાદન માટે સંરક્ષણ મંત્રાલયે તૈયાર કરેલી સૂચિ સેના, નાગરિકો અને ખાનગી ઉદ્યોગો સાથે ચર્ચા કર્યા પછી તૈયાર કરવામાં આવી છે. રાજનાથસિંહે કહ્યું કે, દેશની ત્રણેય સૈન્યએ એપ્રિલ 2015 થી ઓગસ્ટ 2020 ની વચ્ચે આશરે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનાં કરાર કર્યા છે, એવો અંદાજ છે કે આવતા 67 વર્ષોમાં સ્થાનિક ઉદ્યોગને આશરે 4 લાખ કરોડનાં કોન્ટ્રાક્ટ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.