Not Set/ ક્લીન ગંગા માટે ઝુંબેશ ચલાવનારા જીડી અગ્રવાલનું મૃત્યુ, 111 દિવસથી હતા ભૂખ હડતાલ પર

જીડી અગ્રવાલ એ IIT, કાનપુરમાં પ્રોફેસર હતા. આ વ્યક્તિએ પોતાનું સંપૂર્ણ જીવન ગંગા નદીને સાફ રાખમાં માટેની ઝુંબેશમાં સમર્પિત કરી દીધું હતું. ગંગામૈયાને બચાવવા માટે લડી રહેલાં અગ્રવાલ ખુદ હવે ગંગામાં અસ્થી રૂપે વહી જશે. અગ્રવાલ 22 જુનનાં રોજ ઉપવાસ પર બેઠા હતા. તેઓ ગંગા નદીને પ્રદુષણ મુક્ત રાખવા માટે અને નદીને સ્વતંત્રતાથી વહેતી રાખવા […]

Top Stories India
gdagarwal ક્લીન ગંગા માટે ઝુંબેશ ચલાવનારા જીડી અગ્રવાલનું મૃત્યુ, 111 દિવસથી હતા ભૂખ હડતાલ પર

જીડી અગ્રવાલ એ IIT, કાનપુરમાં પ્રોફેસર હતા. આ વ્યક્તિએ પોતાનું સંપૂર્ણ જીવન ગંગા નદીને સાફ રાખમાં માટેની ઝુંબેશમાં સમર્પિત કરી દીધું હતું. ગંગામૈયાને બચાવવા માટે લડી રહેલાં અગ્રવાલ ખુદ હવે ગંગામાં અસ્થી રૂપે વહી જશે.

GD Agarwal ક્લીન ગંગા માટે ઝુંબેશ ચલાવનારા જીડી અગ્રવાલનું મૃત્યુ, 111 દિવસથી હતા ભૂખ હડતાલ પર
Ganga crusader GD Agarwal dies after 111-day fast to save river

અગ્રવાલ 22 જુનનાં રોજ ઉપવાસ પર બેઠા હતા. તેઓ ગંગા નદીને પ્રદુષણ મુક્ત રાખવા માટે અને નદીને સ્વતંત્રતાથી વહેતી રાખવા માટે સરકાર પગલાં લેવામાં નિષ્ક્રિય રહેતી હતી એના વિરુદ્ધ ઉપવાસ પર બેઠા હતા. તેઓની માંગ હતી કે સરકાર એ દરેક હાયડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સનું બાંધકામ બંધ કરે જે ગંગા અને એની ઉપનદીઓ પર થઈ રહ્યું છે.

એમનું મૃત્યુ ઋષિકેશનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સમાં થયું હતું જ્યાં ગઈ રાત્રે એમને સ્ટેટ પોલીસ દ્વારા ભરતી કરવમાં આવ્યા હતા. તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું એવું AIIMS ઋષિકેશનાં સહાયકે કહ્યું હતું.

અગ્રવાલ 1932માં જન્મ્યા હતા. વર્ષ 2012 માં એમણે પોતાનું નામ સ્વામી જ્ઞાનસ્વરૂપ સાનંદ કરી દીધું હતું.