Not Set/ આફ્રિકાનાં યંગેસ્ટ 43 વર્ષીય બિલિયોનેરનું જીમ જતા સમયે થયું અપહરણ

તાન્ઝાનિયાનો એકમાત્ર બિલિયોનેર બીઝનેસમેન અને ફોર્બ્સ દ્વારા જાહેર થયેલો આફ્રિકાનાં યંગેસ્ટ 43 વર્ષીય બિલિયોનેર મોહમ્મદ ડ્યુજી ગુરુવારે જીમ જતાં હતાં ત્યાંથી કિડનેપ થઇ ગયા છે. મોહમ્મદ ડ્યુજી તાન્ઝાનિયા લીમીટેડ મોહમ્મદ એન્ટરપ્રાઈઝીઝ (METL Group) નાં માલિક અને પ્રેસિડેન્ટ છે. તેઓ જયારે સવારે મોર્નિંગ વર્ક આઉટ માટે દાર અસ્સલામમાં લકઝરી હોટેલનાં જીમમાં આવતા હતા ત્યારે એમણે કિડનેપ […]

Top Stories World
mohammed dewji આફ્રિકાનાં યંગેસ્ટ 43 વર્ષીય બિલિયોનેરનું જીમ જતા સમયે થયું અપહરણ

તાન્ઝાનિયાનો એકમાત્ર બિલિયોનેર બીઝનેસમેન અને ફોર્બ્સ દ્વારા જાહેર થયેલો આફ્રિકાનાં યંગેસ્ટ 43 વર્ષીય બિલિયોનેર મોહમ્મદ ડ્યુજી ગુરુવારે જીમ જતાં હતાં ત્યાંથી કિડનેપ થઇ ગયા છે.

મોહમ્મદ ડ્યુજી તાન્ઝાનિયા લીમીટેડ મોહમ્મદ એન્ટરપ્રાઈઝીઝ (METL Group) નાં માલિક અને પ્રેસિડેન્ટ છે. તેઓ જયારે સવારે મોર્નિંગ વર્ક આઉટ માટે દાર અસ્સલામમાં લકઝરી હોટેલનાં જીમમાં આવતા હતા ત્યારે એમણે કિડનેપ કરી લેવામાં આવ્યાં હતા.

દાર અસ્સલામનાં રીજનલ કમિશનરે જણાવ્યું હતું કે બીઝનેસમેનને બે માણસો દ્વારા કિડનેપ કરી લેવામાં આવ્યા હતા જયારે તેઓ હોટેલમાં અંદર પ્રવેશ્યા હતા.

આ બિલિયોનર બીઝનેસમેનની તપાસ શરુ કરી દેવામાં આવી હતી અને આ ઘટના સાથે જોડાયેલાં ત્રણ વ્યક્તિઓને પકડી પણ લેવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે હાજર રહેલા લોકો સાથે પુછપરછ કરી રહી છે.

મોહમ્મદની નેટ વર્થ 1.5 બિલીયન ડોલર છે. તેઓ એક રાજકારણી પણ છે.