Not Set/ INX મામલો: તિહારમાં બંધ ચિદમ્બરમે કહ્યું – કોઈ અધિકારીએ કંઇ ખોટું કર્યું નથી, કોઇપણ અધિકારીની  ધરપકડ ના થવી જોઇયે

આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે સોમવારે કહ્યું હતું કે, કોઈ પણ અધિકારીની તેમની સાથે સંબંધિત કેસમાં ધરપકડ થવી જોઈએ નહીં કારણ કે કોઈએ કંઈપણ ખોટું કર્યું નથી. ચિદમ્બરમ વતી, તેમના પરિવારે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ પોસ્ટ કરી છે.  ચિદમ્બરમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે- […]

Top Stories India
p chidambaram PTI INX મામલો: તિહારમાં બંધ ચિદમ્બરમે કહ્યું - કોઈ અધિકારીએ કંઇ ખોટું કર્યું નથી, કોઇપણ અધિકારીની  ધરપકડ ના થવી જોઇયે

આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે સોમવારે કહ્યું હતું કે, કોઈ પણ અધિકારીની તેમની સાથે સંબંધિત કેસમાં ધરપકડ થવી જોઈએ નહીં કારણ કે કોઈએ કંઈપણ ખોટું કર્યું નથી.

ચિદમ્બરમ વતી, તેમના પરિવારે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ પોસ્ટ કરી છે.  ચિદમ્બરમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે- મેં મારા પરિવારને મારા વતી ટ્વીટ કરવા વિનંતી કરી છે:

લોકોએ મને પૂછ્યું છે કે, “આ બાબતને મારી પાસે લાવનારા અને તેની ભલામણ કરનારા એક ડઝનથી વધુ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી નથી તો, તમારી શા માટે ધરપકડ કરવામાં આવી?” ફક્ત એટલા માટે કે તમે છેલ્લા સાઇન કર્યા? “

મારી પાસે કોઈ જવાબ નથી.

કોઈ પણ અધિકારીએ કંઇ ખોટું કર્યું નથી. હું નથી ઇચ્છતો કે કોઈની ધરપકડ કરવામાં આવે.

 નોંધપાત્ર વાત એ છે કે ચિદમ્બરમને આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે અને તિહાર જેલમાં બંધ છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.