દેશ અને દુનિયાની નજર સ્વીટ 16 ક્રોસ કરી પરીપક્વતાનાં ઉંબરે ઉભેલી વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં પરિણામો પર મંડરાયેલી રહશે ત્યારે દેશભરનાં 36 રાજ્યોની 542 બેઠકો માટેની મતગણતરીનું કાઉન્ટ ડાઉન્ડ શરૂ થઇ ગયું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો 28 જેટલા મતગણનાં કેન્દ્ર પર મત ગણતરી શરૂ થઇ ગઇ છે. મત ગણતરી સવારે 0800 કલાકથી શરૂ થઇ હતી. ત્યારે ભાજપનો ગઢ ગણાતા
ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠકો મેળવી પાછલી લોકસભાની સ્થિતિ જાળવી રાખશે કે પછી કોંગ્રેસ ભાજપનાં ગઢમાં ગાબડા પાડી ગુજરાતમાં લાકોસભાનું ખાતુ ખોલાવશે તે પણ ઉત્તેજનાનો વિષય બની રહેશે. ત્યારે શરુઆતી વલણમાં ભાજપ 25 બેઠકો પર આગળ છે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંઘીનગર બેઠક પર આગળ, તો બાકીની લગભગ તમામ બેઠકો પર ભાજપ આગળ તો કોંગ્રેસ કાંટાની ટક્કર આપશે તે જોવાનુ રહ્યુ……
આણંદ બેઠક પર કોંંગ્રેસને મળી રહી છે હાર. ભરૂચ બેઠક પર ભાજપ આગળ. કોંગ્રેસનાં દિગ્ગજોને ગુજરાતમાં મળી રહી છે હાર. મહેસાણા બેઠક પર ભાજપનું કમળ. પાટણ બેઠક પર ભાજપ આગળ. ગાંધીનગરથી અમીત શાહ 1.75 લાખ મતોથી આગળ. ભરતસિંહ આણંદથી આગળ.જામનગરમાં પૂનમ માંડમ આગળ.
આ વખતે ગુજરાતીઓએ 64 ટકા મતદાન કરીને 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 1967માં 63.77% વોટિંગ નોંધાયું હતું. 52 વર્ષના ચૂંટણી ઈતિહાસમાં આ પહેલાં 1967માં નહેરુના સમયમાં 63.77% મતદાન થયું હતું. 542 બેઠકોનાં વલણો પર ભાજપ મારી રહ્યુ છે બાજી. દીવ મતગણતરીનો ચોથો રાઉંન્ડ પૂરો. અમરેલીમાં પરેશ ધાનાણી ભાજપને આપી રહ્યા છે ટક્કર.
ગુજરાતની તમામ 26 બેઠકો પરના વલણોની સ્થિતિ |
26 બેઠકો |
ભાજપ | કોંગ્રેસ + | અન્ય |
26/26 | 26 | 00 |
00 |
લોકસભાની ચૂંટણીના પરિણામે સેન્સેક્સમાં 480 પોઇન્ટનો ઉછાળો, શેરબજારમાં ઉછાળો. મતગણતરી કેન્દ્રોમાં થ્રી લેયર બંદોબસ્ત વચ્ચે ભાજપને મળી રહી છે બઠત.વડોદરામાં રંજનબેન ભટ્ટ 97 હજાર મતથી આગળ, નવસારીથી સીઆર પાટીલ 83 હજાર મતથી આગળ, સેલવાસમાં અપક્ષ ઉમેદવાર મોહન ડેલકર આગળ ચાલી રહ્યા છે.