Not Set/ #કર્ણાટક : હવે બંધ ‘કર’નાટક, સ્વામી બહુમતિ સાબિત ન કરી શકતા સરકાર ધ્વસ્ત

કર્ણાટકનાં નાટકનો છેવટે અંત આવ્યો છે. બહુમત સાબિત ન કરી શકતા કુમારસ્વામી સરકાર પડી ગઇ છે. વિશ્વાસ મત માટે આજે સાંજની ડેડલાઇન સ્પીકર રમેશ કુમાર દ્વારા કુમાર સ્વામીને આપવામા આવી હતી. પરંતુ કુમારસ્વામીએ વોટીંગ પહેલા ભાષણ આપી રાજીનામું આપવાની વાત કરી હતી. ત્યારબાદ વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ બાદ ફ્લોર ટેસ્ટમાં વોટીંગ […]

Top Stories India Politics
BS Yeddyurappa Siddaramaiah HD Kumaraswamy BJP Congress JDS Karnataka 2018 2 #કર્ણાટક : હવે બંધ 'કર'નાટક, સ્વામી બહુમતિ સાબિત ન કરી શકતા સરકાર ધ્વસ્ત

કર્ણાટકનાં નાટકનો છેવટે અંત આવ્યો છે. બહુમત સાબિત ન કરી શકતા કુમારસ્વામી સરકાર પડી ગઇ છે. વિશ્વાસ મત માટે આજે સાંજની ડેડલાઇન સ્પીકર રમેશ કુમાર દ્વારા કુમાર સ્વામીને આપવામા આવી હતી. પરંતુ કુમારસ્વામીએ વોટીંગ પહેલા ભાષણ આપી રાજીનામું આપવાની વાત કરી હતી. ત્યારબાદ વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ બાદ ફ્લોર ટેસ્ટમાં વોટીંગ કરાવવામાં આવ્યું હતું. વોટીંગમાં બહુમત સાબિત ન થતા હવે કુમારસ્વામી સરકાર પડી ગઇ છે.

swami #કર્ણાટક : હવે બંધ 'કર'નાટક, સ્વામી બહુમતિ સાબિત ન કરી શકતા સરકાર ધ્વસ્ત

ભાજપ આ પરિસ્થિતિનો લાભ લઇને સરકાર બનાવી શકે છે. ગૃહમાં જ્યારે ચર્ચા શરૂ થઈ, તો સત્તા પક્ષ (ટ્રેઝરી બેંચ)માં મોટા ભાગે ધારાસભ્યો ગેરહાજર હતા. આ અંગે સ્પીકર રમેશ કુમારે નારાજગી વ્યક્ત કરી. તેઓએ પૂછ્યું કે ગઠબંધન સરકારના ધારાસભ્યો ક્યાં છે? આ પહેલાં રાજીનામું આપનારા બળવાખોર ધારાસભ્યોએ સ્પીકરને એક પત્ર લખ્યો હતો, જેમાં તેઓએ માગ કરી હતી કે તેમને મુલાકાત માટે 4 સપ્તાહનો સમય આપવામાં આવે. આ બળવાખોરને સ્પીકરે સોમવારે મળવાની નોટિસ આપી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટમાં બળવાખોર ધારાસભ્યોની અરજી પર બુધવારે સુનાવણી થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.

 

.