હવામાન/ રાજયમાં હજુ 4 દિવસ વરસાદની આગાહી

અરવલ્લીમાં વરસાદી માહોલ જામ્યો છે. મોડાસા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.  અડધો કલાકમાં 1 ઈંચ વરસાદ ખબક્યો છે.  મેઘરજ રોડ પરના વિસ્તારમાં અને ઉમિયા મંદિર પાવન સીટી પાસે પાણી ભરાયા છે. 

Top Stories Gujarat
વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડના પ્રારંભની ઘડીઓ ગણાઇ રહી છે. રાજ્યમાં હજુ 3 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપાયું છે. તો આ સાથે જ ગુરુવારે ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં રેડ એલર્ટ અપાયું છે. શુક્રવારે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં શુક્રવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે વલસાડ અને દમણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરુવારે ડાંગ,નવસારી, વલસાડ,દમણમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. શુક્રવારે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે એલર્ટ જાહેર કરાયું છે.
ખેડા, આણંદ, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ છે તો દાહોદ,વડોદરા, જૂનાગઢ માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં મંગળવારથી ગુરુવાર સુધી મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. શુક્રવારથી વરસાદના જોરમાં સાધારણ ઘટાડો જોવા મળી શકે છે. દરમિયાન આજે દિવસ દરમિયાન રાજ્યના ૮૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં અમરેલીના બાબરા-લાઠીમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. ગુજરાતમાં હજુ સુધી સીઝનનો ૭૬ ટકા વરસાદ નોંધાયો છે.

અરવલ્લીમાં વરસાદી માહોલ જામ્યો છે. મોડાસા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.  અડધો કલાકમાં 1 ઈંચ વરસાદ ખબક્યો છે.  મેઘરજ રોડ પરના વિસ્તારમાં અને ઉમિયા મંદિર પાવન સીટી પાસે પાણી ભરાયા છે.  તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. તો બીજી બાજુ ખેતીને ફાયદા રૂપ વરસાદ વરસતાં ધરતીપુત્રો પણ ખુશ જોવા મળી રહ્યા છે

બનાસકાંઠા/ આ ગામમાં પાંચ વર્ષ પહેલા આવેલા પૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી, લોકો ઘર છોડી સીમમાં રહેવા મજબૂર