Not Set/ ભારતીય મૂળની અમિકા જોર્જને મળ્યો સોશિયલ વર્કનો ‘ઓસ્કાર’ એવોર્ડ

ભારતીય મૂળની અમિકા જોર્જને ‘ગોલકીપર્સ ગ્લોબલ ગોલ એવોર્ડ 2018’ થી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડને સોશિયલ વર્કના ક્ષેત્રનો ‘ઓસ્કાર’ ગણવામાં આવે છે. અમિકાને એનાં ‘ફ્રી પીરીયડસ’ કેમ્પેન માટે આ એવોર્ડ મળ્યો હતો. ગોલકીપર્સ એવોર્ડની શરૂઆત 2017 માં બીલ અને મીલીન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. આ એવોર્ડમાં વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ બીલ ગેટ્સ […]

Top Stories India World
amika ભારતીય મૂળની અમિકા જોર્જને મળ્યો સોશિયલ વર્કનો ‘ઓસ્કાર’ એવોર્ડ

ભારતીય મૂળની અમિકા જોર્જને ‘ગોલકીપર્સ ગ્લોબલ ગોલ એવોર્ડ 2018’ થી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડને સોશિયલ વર્કના ક્ષેત્રનો ‘ઓસ્કાર’ ગણવામાં આવે છે. અમિકાને એનાં ‘ફ્રી પીરીયડસ’ કેમ્પેન માટે આ એવોર્ડ મળ્યો હતો.

ગોલકીપર્સ એવોર્ડની શરૂઆત 2017 માં બીલ અને મીલીન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. આ એવોર્ડમાં વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ બીલ ગેટ્સ પણ હાજર હતા.

amikageorgebillgates ભારતીય મૂળની અમિકા જોર્જને મળ્યો સોશિયલ વર્કનો ‘ઓસ્કાર’ એવોર્ડ
Indian origin Amika George wins award for her social work

અમિકાએ એનાં ‘ફ્રી પીરીયડસ’ (#FreePeriods) કેમ્પેન મારફતે 2017 માં હજારો લોકોને પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. એ સાથે એમણે સ્કુલમાં ભણતી ગરીબ છોકરીઓ માટે ફ્રી સેનેટરી પેડની માંગ કરી હતી.

અમિકા 18 વર્ષની છે અને દુનિયાભરમાં તેઓ ફેમસ છે એનાં સોશિયલ વર્ક માટે. એમનાં કેમ્પેન બાદ યુકે સરકારે એમને 1.5  મીલીયન પાઉન્ડની ગ્રાન્ટ દેવાની જાહેરાત કરી હતી. આ કેમ્પેનથી એવી હજારો છોકરીને મદદ મળી જે પીરીયડને કારણે સ્કુલ જઈ શકતી નથી.

અમિકાનાં ગ્રાન્ડ પેરેન્ટ્સ કેરેલાથી યુકે ગયા હતા. અમિકા યુકેમાં જ મોટી થઇ છે. અમિકાએ જણાવ્યું હતું કે પ્લાન ઇન્ટરનેશનલની રીપોર્ટ અનુસાર દર 10 છોકરીઓમાંથી 1 છોકરી યુકેમાં પેડ અફોર્ડ કરી શકતી નથી. એમને આ જાણીને આશ્ચર્ય થયું કે આવું યુકેમાં થઇ રહ્યું છે.

amikageorgeedsheeran260918a ભારતીય મૂળની અમિકા જોર્જને મળ્યો સોશિયલ વર્કનો ‘ઓસ્કાર’ એવોર્ડ
Indian origin Amika George wins award for her social work

આ કેમ્પેનની શરુઆત એક ઓનલાઈન પીટીશનથી થઇ હતી. પ્રદર્શનનાં દિવસે તેઓ પોતાનાં ઘરવાળા સાથે ડાઉનીંગ સ્ટ્રીટ પહોચ્યાં હતા. પરંતુ એમને આશા ન હતી કે હજારોની સંખ્યામાં બીજા લોકો પણ એની સાથે જોડાશે. અમિકાનું લક્ષ્ય હવે દરેક મહિલાઓ માટે ફ્રી સેનેટરી પેડ માટે લડવાનું છે.

અમિકા પોતાની આગળની સ્ટડી કેમ્બ્રિજ યુનીવર્સીટીમાંથી કરશે. આ એવોર્ડ સેરેમનીમાં બ્રિટીશ સિંગર શીરીને પણ પરફોર્મન્સ આપ્યું હતું.