Not Set/ સલમાન-આમીર પછી રાની મુખર્જીએ પણ ‘હિચકી’થી કરી ચીનમાં એન્ટ્રી, આ દિવસે થશે રિલીઝ

મુંબઈ શાંઘાઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (એસઆઈએફએફ)માં પસંદ આવનારી રાની મુખર્જીની ફિલ્મ ‘હિચકી’ ચીનમાં 12 ઓક્ટોમ્બરે રિલીઝ થશે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલ ફિલ્મ હિચકીથી પરેશાન એક ટીચરની સ્ટોરી છે. આ ફિલ્મને સિદ્ધાર્થ મલ્હોત્રા દ્રારા નિર્દેશન કરવામાં આવ્યું છે. ફિલ્મ સમાનતા અને સમાવેશનો સામાજિક સંદેશ આપે છે. રાનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ‘આ […]

Entertainment Videos
098 1 સલમાન-આમીર પછી રાની મુખર્જીએ પણ 'હિચકી'થી કરી ચીનમાં એન્ટ્રી, આ દિવસે થશે રિલીઝ

મુંબઈ

શાંઘાઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (એસઆઈએફએફ)માં પસંદ આવનારી રાની મુખર્જીની ફિલ્મ ‘હિચકી’ ચીનમાં 12 ઓક્ટોમ્બરે રિલીઝ થશે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલ ફિલ્મ હિચકીથી પરેશાન એક ટીચરની સ્ટોરી છે. આ ફિલ્મને સિદ્ધાર્થ મલ્હોત્રા દ્રારા નિર્દેશન કરવામાં આવ્યું છે. ફિલ્મ સમાનતા અને સમાવેશનો સામાજિક સંદેશ આપે છે. રાનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ‘આ જોઇને ખુબ જ સારું લાગ્યું કે એક ફિલ્મ તેની સ્ટોરીના કારણે વિભિન્ન સંસ્કૃતિઓ અને ભાષાઓ સાથે જોડાય શકે છે.

ટ્રેલર વીડીયો…

‘હિચકી’ સમાજનું પ્રતિબિંબ છે. આ ફિલ્મ દર્શાવે છે કે આપણા બધામાં કમજોરીઓ હોય છે અને આપણે તેના પર કાબુ મેળવીને દુનિયામાં એક સારી જગ્યા બનાવવાની છે. રાનીએ વધુમાં કહ્યું કે સામાજિક મુદ્દાઓ પર આધારિત ફિલ્મો ચીનમાં દર્શકો સાથે જોડાય છે અને હું આશા રાખું છું કે આ મૂવી બધાથી જોડાઈ શકે છે, ખાસ કરીને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતા-પિતા સાથે જોડાવા માટે સમર્થ હશે.”

આ પહેલા પણ ભારતની ઘણી ફિલ્મો ચીનમાં રિલીઝ થઇ ચુકી છે જેમાં થ્રી ઈડિયટ, પીકે, દંગલ, હિન્દી મીડિયમ, બજરંગી ભાઈજાનનો સમાવેશ થાય છે.