રાજકોટ/ ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે 16 વર્ષની ગર્લફ્રેન્ડની છેડતી કરી,સંબંધ ન રાખે તો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી

રાજકોટમાં એક 16 વર્ષની કિશોરીની તેના ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે છેડતી કરી હતી. એટલું જ નહી યુવક સંબંધ ન રાખે તો કિશોરીને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે પાલીસે આરોપીની ધરપકડ કરી છે.

Gujarat Rajkot
છેડતી

રાજકોટમાં એક 16 વર્ષની કિશોરીની તેના ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે છેડતી કરી હતી. એટલું જ નહી યુવક સંબંધ ન રાખે તો કિશોરીને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે પાલીસે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે કિશોરીની માતાની ફરિયાદને આધારે આરોપી વિશાલ ગોહિલની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ કિશોરી ધો.10માં અભ્યાસ કરે છે. થોડા દિવસ પહેલા જ આરોપી વિશાલે તેની સાથે ઈન્સ્ટાગ્રામ પર ચેટીંગ શરૂ કર્યું હતું.

દરમિયાન બુધવારના રોજ સાંજે ચાર વાગ્યે કિશોરી તેની માતાને ઘર નજીકની દુકાનેથી દહી લેવા જતી હોવાનું કહ્યું હતું. જોકે દહી લેવા ગયેલી કિશોરી ઘણા સમય સુધી ઘરે પરત આવી ન હતી. તે સિવાય તેનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. પરિવારજનોએ તેની શોધ હાથ ધરી હતી. અંતે રાત્રે 8 વાગ્યે કિશોરી ઘરે પરત આવી હતી.

કિશોરીના શરીર પર ઈજાના નિશાન જોઈને તેની માતાએ આઅંગે તેની પુછપરછ કરી હતી. જેમાં કિશોરીએ તેની સાથે બનેલી હકીકત તેની માતાને જણાવી હતી. ફરિયાદ મુજબ આરોપી ગોહિલે તેને ફોન કરીને રૈયા ચેલિફોન એક્સચેન્જ પાસે બોલાવી હતી. બાદમાં તે કિશોરીને જબરજસ્તીથી બાઈક પર બેસાડીને અજાણી જઘ્યાએ લઈ ગયો હતો. જ્યાં તેણે કિસોરીની છેડતી કરી હતી.

કિશોરીએ પ્રતિકાર કરતા ગોહિલે તેને ચાકૂ બતાવીને જો તે સંબંધ નહી રાખે તો તેની માતાની હત્યા કરી નાંખશે, એવી ધમકી આપી હતી, એમ એફઆઈઆરમાં જણાવાયું છે.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Harni Boat Accident/હરણી મોટનાથ તળાવ દુર્ઘટનામાં એક પરિવારના 2 ભાઈ-બહેનના મૃત્યુ થયા

આ પણ વાંચો:Fire/જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી દુકાનમાં લાગી આગ

આ પણ વાંચો:ram mandir/રામ મંદિરની આશામાં આ વૃદ્ધે 1992થી પગરખાં ન પહેર્યા, અમદાવાદથી ઉઘાડા પગે સાઇકલ ચલાવીને પહોંચ્યા અયોધ્યા