Not Set/ કોરોના મહામારીમાં સ્મશાનો ઉભરાઈ રહ્યા છે, લાકડાઓ ખૂટી પડ્યા છે : કિરીટ પટેલ 

પાટણના કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલે રાજ્યનાં વનમંત્રી ગણપત વસાવાને ઈમેલ કરી જાણ કરી છે કે રાજ્યમાં જુદી જુદી જગ્યાએ પડેલા જલાઉ લાકડા નો જથ્થો સ્મશાનગૃહ ફાળવવામાં આવે. 

Gujarat Others Trending
Untitled 306 કોરોના મહામારીમાં સ્મશાનો ઉભરાઈ રહ્યા છે, લાકડાઓ ખૂટી પડ્યા છે : કિરીટ પટેલ 

ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી એ ભયંકર હાહાકાર ફેલાવ્યો છે. ત્યારે રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. તો સાથે સાથે કોરોના થી થતા મોતના આંકડામાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે ગુજરાતના વિવિધ સ્મશાન ગૃહલાશો થી ઉભરાઇ રહ્યા છે. ઘણા સ્મશાનોમાં અંતિમ સંસ્કાર માટે લાકડાઓ પણ ખૂટી પડ્યા છે.

પાટણના કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલે રાજ્યનાં વનમંત્રી ગણપત વસાવાને ઈમેલ કરી જાણ કરી છે કે રાજ્યમાં જુદી જુદી જગ્યાએ પડેલા જલાઉ લાકડા નો જથ્થો સ્મશાનગૃહ ફાળવવામાં આવે.  કોરોના મહામારીમાં રાજ્યના વિવિધ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે લાકડાં ખૂટી પડ્યા છે.  જો મોટા સ્મશાનોમાં લાકડા વ્યાજબી ભાવે વનવિભાગ આપે તો અંતિમ સંસ્કારમાં તકલીફ ન પડે.

વધુમાં તેમને લખ્યું છે જીવનનો છેલ્લો મુકામ કહી શકાય એવા સ્મશાન ગૃહ આજે લાશો થી ઉભરાઇ રહ્યા છે.  દુઃખની વાત છે કે ગુજરાતમાં લોકોએ આજે આ દિવસ જોવાનો વારો આવ્યો છે.  તેમણે મંત્રીને વિનંતી કરી છે કે જલાઉ લાકડાનો જથ્થો નજીકના મોટા સ્મશાનગૃહ ને વ્યાજબી ભાવે પૂરો પાડવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાની બીજી લહેરે કાળો તરખાટ મચાવ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યોછે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૫ લાખને પાર પહોચવા આવ્યો છે. તો દૈનિક નોધાતાકેની સંખ્યા પણ ૧૪૦૦૦+ પહોચી  ચુકી છે.