Not Set/ મગફળી કૌભાંડ મામલો, ભાજપના હોય કે કોંગ્રેસના કોઈને પણ છોડવામાં નહિં આવે: મુખ્યમંત્રી

ગાંધીનગર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મગફલી કૌભાંડ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, મગફળી કૌભાંડમાં ભાજપના હોય કે કોંગ્રેસના કોઈને પણ છોડવામાં નહિં આવે. સાથે ઉમેર્યું હતું કે આ મામલાની તપાસ આઈપીએસ ઓફિસર દ્વારા થઈ રહી છે અને માલિયા હાટી ગોડાઉનના ભ્રષ્ટાચારમાં ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજા ચાર આરોપીઓ […]

Top Stories Rajkot Gujarat Trending
dfs 11 મગફળી કૌભાંડ મામલો, ભાજપના હોય કે કોંગ્રેસના કોઈને પણ છોડવામાં નહિં આવે: મુખ્યમંત્રી

ગાંધીનગર

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મગફલી કૌભાંડ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, મગફળી કૌભાંડમાં ભાજપના હોય કે કોંગ્રેસના કોઈને પણ છોડવામાં નહિં આવે. સાથે ઉમેર્યું હતું કે આ મામલાની તપાસ આઈપીએસ ઓફિસર દ્વારા થઈ રહી છે અને માલિયા હાટી ગોડાઉનના ભ્રષ્ટાચારમાં ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

જ્યારે બીજા ચાર આરોપીઓ ફરાર છે. આ સાથે મુખ્ય પ્રધાને કોંગ્રેસ દ્વારા લગાવેલા આક્ષેપો પર વળતો પ્રહાર કર્યો હતો તેમણે કહ્યું હતુ કે, મગફલીની ચાર હજાર કરોડની ખરીદી થઈ છે પાંચ હજાર કરોડની નહિં અને તેમાંથી 40 ટકા જેટલી નાફેડ દ્વારા વેચી પણ દેવામાં પણ આવી છે. તેમ કહી કોંગ્રેસના આક્ષેપોનો વળતો જવાબ આપયો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં કહ્યું, પેઢલા મુકામે મગફળીકાંડમાં અનેક વેપારીઓની ફરિયાદો સામે આવી છે. તે જોતા આરોપીઓને સરકાર કોઈપણ સંજોગોમાં નહીં બક્ષે, ભાજપ-કોંગ્રેસના જ કેમ આરોપીઓ ન હોય, કોઈપણને છોડવામાં આવશે નહીં. આ કેસમાં કોઈ વ્યક્તિ છુટી ન જાય તેની પણ તકેદારી રાખવામાં આવશે.

વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી આજે જેતપુર ખાતે ધરણા પર ઉતર્યા છે અને આજે પેઢલાના નાફેડના ગોડાઉન ખાતે ધરણા કરવામાં આવ્યા છે.

ત્યારે પરેશ ધાનાણી સહિતા લલિત વસોયા પણ પેઢલા પહોંચ્યા અને પેઢલા ગાંવ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આ દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપ્યુ હતુ કે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો.

ટેકાના ભાવે મગફળી ખરીદવાનું સરકારે તરકટ રચ્યું છે. 3500 કરોડનું મગફળી કૌભાંડ આચરાયું છે અને ભાજપ શાસનમાં સમસ્યાઓમાં પણ વધારો થયો છે અને સરકાર સમાધાન પણ કરતી નથી.

ઉલ્લેખનીય છે કે, મગફળીમાંથી માટી નીકળવાના મામલે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મામલે હવે 4 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતુ.