Not Set/ સૈન્ય મંત્રણા નિષ્ફળ જતાં LAC પર ભારત અને ચીનનું કડક વલણ,તણાવ વધ્યો

પીપલ્સ લિબરેશન આર્મીની કાર્યવાહીના જવાબમાં ભારતે પણ સૈન્ય પ્રવૃત્તિ વધારી છે અને કોઈપણ આકસ્મિક સ્થિતિ માટે તૈયાર રહેવાના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે

Top Stories World
india 4 સૈન્ય મંત્રણા નિષ્ફળ જતાં LAC પર ભારત અને ચીનનું કડક વલણ,તણાવ વધ્યો

લદ્દાખમાં તણાવ ઘટાડવા માટે સૈન્ય વાટાઘાટો અનિર્ણિત રહી હોવાના ચાર અઠવાડિયા પછી, એવું જોવા મળે છે કે ભારત અને ચીન બંનેએ વાસ્તવિક સરહદ રેખા પર કડક વલણ અપનાવ્યું છે. સરહદ વિવાદની વચ્ચે, બંને પક્ષોએ પોતપોતાની સરહદોમાં સૈન્ય પ્રવૃત્તિઓને વધુવેગવતી બનાવી છે ,જેના લીધે તણાવ જોવા મળે છે.

18 મહિનાથી ચાલી રહેલા સરહદ વિવાદને ઉકેલવામાં બંને દેશો વચ્ચે સૈન્ય મંત્રણા લગભગ નિષ્ફળ રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે, આ વિસ્તારમાં પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ની કાર્યવાહીના જવાબમાં ભારતે પણ સૈન્ય પ્રવૃત્તિ વધારી છે અને કોઈપણ આકસ્મિક સ્થિતિ માટે તૈયાર રહેવાના પગલાં પણ લઈ રહ્યા છે.

આ વર્ષે બે વખત ચીન અને ભારતના સૈનિકો તણાવગ્રસ્ત વિસ્તારોમાંથી હટી ગયા છે, પરંતુ હજુ પણ બંને સેનાના લગભગ 50 થી 50 હજાર સૈનિકો આધુનિક હથિયારો સાથે લદ્દાખમાં તૈનાત છે. ગયા અઠવાડિયે જારી કરાયેલા અહેવાલ મુજબ, યુએસ સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે વિવાદના ઉકેલ માટે ચાલી રહેલી વાટાઘાટો છતાં બેઇજિંગ એલએસી પર તેના દાવાને મજબૂત કરવા માટે વિસ્તરણ અને વ્યૂહાત્મક વ્યૂહરચના ચાલુ રાખે છે.

ઉલ્લેખનીય છે કે 10 ઓક્ટોબરે 13માં રાઉન્ડની વાતચીત દરમિયાન PLAએ ભારતીય સેના દ્વારા આપવામાં આવેલા સૂચનોને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. ભારતીય સેનાએ કહ્યું કે તેણે બાકીના વિસ્તારોમાં વિવાદને ઉકેલવા માટે રચનાત્મક સૂચનો આપ્યા હતા, પરંતુ ચીની પક્ષ સહમત થયો ન હતો .