Not Set/ અમદાવાદ : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સની 22 હાજર ટેબ્લેટો ઝડપી

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ આજે પ્રતિબંધિત અલ્પરાઝોલમ અને બીજી દવાઓની 22 હજાર ટેબ્લેટ સાથે દિલીપ પરિહાર નામના એક શખ્સની ધરપકડ કરી છે. આ ટેબ્લેટની આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત 75 લાખ રૂપિયા છે. હાલ ટેબ્લેટ્સ ક્યાંથી આવી અને કોના માટે જઈ રહી હતી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી દિલીપકુમાર પરિહાર કમિશન મેળવવા માટે નશીલા ડ્રગ્સનો વેપાર […]

Top Stories Ahmedabad Gujarat
ncb 1 1540725486 અમદાવાદ : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સની 22 હાજર ટેબ્લેટો ઝડપી

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ આજે પ્રતિબંધિત અલ્પરાઝોલમ અને બીજી દવાઓની 22 હજાર ટેબ્લેટ સાથે દિલીપ પરિહાર નામના એક શખ્સની ધરપકડ કરી છે. આ ટેબ્લેટની આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત 75 લાખ રૂપિયા છે. હાલ ટેબ્લેટ્સ ક્યાંથી આવી અને કોના માટે જઈ રહી હતી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ncb 3 1540725488 e1540732030794 અમદાવાદ : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સની 22 હાજર ટેબ્લેટો ઝડપી

આરોપી દિલીપકુમાર પરિહાર કમિશન મેળવવા માટે નશીલા ડ્રગ્સનો વેપાર કરતો હતો. તે દર મહિને 50,000 જેટલી ટેબ્લેટ વેચતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હાલ એલસીબીએ આરોપીના રિમાન્ડ મેળવી અને તપાસ શરૂ કરી છે.

આ અંગે વિગતે વાત કરીએ તો આજે અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ બાતમીના આધારે અમદાવાદથી શિરડી ચાલતી એમકે બસ સર્વિસની એક બસની તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ આ બસની ડિકીમાંથી દવાઓ જપ્ત કરવામાં આવી હતી.