દુષ્કર્મ ઘટના/ અમરેલીના અમરભારતી આશ્રમમાં દુષ્કર્મના પ્રયાસની ઘટનાથી ચકચાર,આરોપીને ઝડપી લેવા પોલીસની સાત ટીમો કાર્યરત

તપાસમાં એલસીબી, એસઓજી સહિત સાત જેટલી ટીમો બનાવવામાં આવી છે. તે સિવાય એફએસએલ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ રહી છે.

Gujarat Top Stories Others
દુષ્કર્મ

અમરેલીના અમરભારતી આશ્રમમાં દુષ્કર્મના પ્રયાસની ઘટનાને પગલે ચકચાર મચી છે. આશ્રમમાં રહેતી એક સાધ્વી સાથે દુષ્કર્મને પ્રયાસ કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. જોકે પોલીસ, હાલ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસે આરોપીને ઝડપી લેવા સાત જેટલી ટીમો બનાવી છે.

આ બનાવની વિગત મુજબ સાવરકુંડલાના અમરેલી રોડ પર આવેલા અમરભારતી આશ્રમમાં આ બનાવ બન્યો હતો. જેમાં આશ્રમમાં રહેતા સાધવી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો. આ બનાવ અંગે ડીવાયએસપી હરેશ વોરાએ જણાવ્યું હતું કે સાધ્વી આશ્રમના રૂમમાં હાજર હતા ત્યારે કોઈ અજાણ્યો શખ્સ રૂમમાં પવેશ કરે છે. આ શક્સે સાધ્વી સાથે જે ચેસ્ટાઓ કરી છે તે અંગે તપાસ ચાલી રહી છે.

તપાસમાં એલસીબી, એસઓજી સહિત સાત જેટલી ટીમો બનાવવામાં આવી છે. તે સિવાય એફએસએલ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ રહી છે.

પોલીસે સીસીટીવી પણ ચેક કર્યા છે. તેમાં જે શખ્સ દેખાય છે તેની પોલીસ શોધ કરી રહી છે. ઘટનાસ્થળે ડીસીપી હિમકર સિંગ પણ પહોંચી ગયા હતા અને તેમણે સાધ્વીજીને સાંત્વના આપી છે. આ કૃત્યમાં જે પણ શખ્સ સંડોવાયેલો હશે તેને શોધીને કડક કાર્યવાહી કરવામાં આવશે, એમ વોરાએ કહ્યું હતું. ઉપરાંત સાધ્વીજીના મેડિકલ ટેસ્ટની કાર્યવાહી પણ ચાલી રહી છે. આ રિપોર્ટ બાદ સાચી હકીકત બહાર આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.
@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Harni Boat Accident/હરણી મોટનાથ તળાવ દુર્ઘટનામાં એક પરિવારના 2 ભાઈ-બહેનના મૃત્યુ થયા

આ પણ વાંચો:Fire/જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી દુકાનમાં લાગી આગ

આ પણ વાંચો:ram mandir/રામ મંદિરની આશામાં આ વૃદ્ધે 1992થી પગરખાં ન પહેર્યા, અમદાવાદથી ઉઘાડા પગે સાઇકલ ચલાવીને પહોંચ્યા અયોધ્યા