ગુજરાત/ કોરોનાએ પરિવારનાં 5 સભ્યોનો ભોગ લીધો છતાં 108 એમ્બ્યુલન્સનાં પાયલોટ ફરજ ન ચુક્યાં

ગોધરામાં ૧૦૮માં પાયલોટ તરીકે ફરજ બજાવતાં પ્રવીણભાઈ બારીયા મૂળ મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામના વતની છે.

Top Stories Gujarat Others
123 136 કોરોનાએ પરિવારનાં 5 સભ્યોનો ભોગ લીધો છતાં 108 એમ્બ્યુલન્સનાં પાયલોટ ફરજ ન ચુક્યાં

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

  •  ગોધરામાં ૧૦૮માં પાયલોટ તરીકે ફરજ બજાવતાં પ્રવીણભાઈ બારીયા મૂળ મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામના વતની છે.
  •  ૧૨ વર્ષથી ૧૦૮ ઈમર્જન્સી સેવામાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે.
  •  માત્ર પાંચ દિવસમાં પરિવારના પાંચ સભ્યોને કોરોનામાં ગુમાવ્યા
  •  કોરોના કાળ વચ્ચે ૧૦૮ના આ પાયલોટએ માનવતાનું એક ઉમદા ઉદાહરણ પરુ પાડ્યું છે
  •  કોરોના વોરિયર્સ કે જેમણે પરિવારને ગુમાવ્યો પણ બીજા પરિવારને તુટવા ન દીધો

ગુજરાત રાજ્યમાં હાલ કોરોનાનાં કેસ થોડા દિવસોથી ઘટી રહ્યા છે. આ કોરોના કાળમાં ઘણા લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ આ દરમિયાન પાંચ દિવસમાં પરિવારનાં પાંચ સભ્યો કોરોનાનો કોળિયો બન્યા હોવા છતાં 108 ટીમ પાયલોટ પ્રવીણભાઈ બારીયાએ ફરજ ઉપર હાજર થઈને માનવતાનું એક ઉમદા ઉદાહરણ પરૂ પાડ્યું છે.

123 137 કોરોનાએ પરિવારનાં 5 સભ્યોનો ભોગ લીધો છતાં 108 એમ્બ્યુલન્સનાં પાયલોટ ફરજ ન ચુક્યાં

રાહતના સમાચાર: RTPCR રિપોર્ટ વિના હોસ્પિટલમાં દાખલ થઇ શકાશે, રાજ્ય માટે નવી નિર્દેશિકા અમલી

ગોધરામાં 108 માં પાયલોટ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ બારીયા મૂળ મોરવા હડફ તાલુકાનાં ખાનપુર ગામનાં વતની છે. પ્રવીણભાઈ છેલ્લા 12 વર્ષથી 108 ઇમર્જન્સી સેવામાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે. ત્યારે હાલ પાછલા ત્રણ વર્ષથી તેઓ ગોધરામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે પ્રવીણભાઈ એક પણ રજા લીધા વિના એક ધારી સેવા આપી રહ્યા છે. થોડા દિવસો પહેલા પ્રવીણભાઈનાં માતા અને પિતા કોરોનાની ઝપટમાં આવ્યા હતા. પ્રવીણભાઈએ હિંમત ન હારી અને પોતાના માતા પિતાને ઈલાજ માટે હોસ્પિટલ દાખલ કર્યા અને માતા પિતાનાં ઈલાજ વચ્ચે પણ પોતાની ફરજ સેવા કાર્ય યથાવત રાખી. પિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી દરમિયાન 21 એપ્રિલનાં રોજ અવસાન પામ્યાં હતા. પ્રવીણભાઈને આ દુ:ખની ઘડીની કળ વળી નહોતી ત્યાં 25 એપ્રિલનાં રોજ કોરોનાનો ઈલાજ કરાવી રહેલા તેમના માતા કમળાબેન તેમજ સગા કાકા-કાકી અને કાકાનો પુત્ર એમ ચાર લોકો અવસાન પામ્યાં. એક જ દિવસમાં માતા સહિત પરિવારનાં ચાર સભ્યોનાં અવસાનને લઇ પ્રવીણભાઈ પર આભ તૂટી પડ્યું હતું.

123 138 કોરોનાએ પરિવારનાં 5 સભ્યોનો ભોગ લીધો છતાં 108 એમ્બ્યુલન્સનાં પાયલોટ ફરજ ન ચુક્યાં

મહત્વનો નિર્ણય: કોરોનાની સારવાર માટે ધારાસભ્યોએ 50 લાખ ગ્રાન્ટ ફાળવવી પડશે,CM કોર કમિટીની બેઠકમાં નિર્ણય

પોતાના પિતાની ચિતા ઠંડી નહોતી થઈ ત્યાંજ કોરોનામાં મૃત્યુ પામેલા માતા અને સગા કાકા-કાકી તેમજ કાકાનાં દીકરાને ચિતા આપવાનો વારો આવ્યો હતો. આટલા ટૂંકા ગાળામાં પોતાના પરિવારજનો ગુમાવનારનાં માથે આભ તૂટી પડયુ હતું, પરંતુ મજબૂત મનોબળ ધરાવતા આ 108 ઈમર્જન્સી સેવાનાં પાયલોટ પ્રવીણભાઈએ માનવસેવા ધર્મ સર્વોપરી ગણાવી પોતાના પરિવારનાં સભ્યોની અત્યેષ્ઠ ક્રિયા પતાવી ફરી ફરજ પર હાજર થઈ ગયા હતા. કોરોના મહામારીએ તેમના માતા-પિતા તેમજ પરિવારનાં અન્ય ત્રણ સભ્યોનાં જીવ લીધા ત્યારે અન્ય કોઈ કોરોના દર્દી ઈમર્જન્સી સેવાનાં અભાવે પોતાનો જીવ ન ગુમાવે અને સમયસર તેઓને સારવાર મળી રહે તે માટે કઠિન ઘડી અને કપરી પરિસ્થતિઓ વચ્ચે પ્રવીણભાઈ ફરી પોતાની ફરજ ઉપર હાજર થયા અને માનવતાનું એક ઉમદા ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

majboor str 5 કોરોનાએ પરિવારનાં 5 સભ્યોનો ભોગ લીધો છતાં 108 એમ્બ્યુલન્સનાં પાયલોટ ફરજ ન ચુક્યાં