Not Set/ શ્રીલંકામાં ફરી દહેસતનો માહોલ, કોલંબોથી 40 કિ.મી. દૂર થયો બોમ્બબ્લાસ્ટ

નવી દિલ્હી, શ્રીલંકામાં એકવાર ફરી ધમાકો થયો હોવાનુ સામે આવી રહ્યુ છે. સુત્રોનાં જણાવ્યા મુજબ શ્રીલંકાની રાજધાની કોલંબોથી લગભગ 40 કિ.મી. દૂર પુગોડા શહેરમાં બોમ્બબ્લાસ્ટ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. શ્રીલંકામાં સૌથી મોટા આંતકી હુમલાને હજુ એક અઢવાડિયુ પણ થયુ નથી અને એકવાર ફરી ત્યા બોમ્બબ્લાસ્ટ થયો હોવાનુ સામે આવી રહ્યુ છે. શ્રીલંકામાં અત્યાર […]

Top Stories World
blast in near by colombo શ્રીલંકામાં ફરી દહેસતનો માહોલ, કોલંબોથી 40 કિ.મી. દૂર થયો બોમ્બબ્લાસ્ટ

નવી દિલ્હી,

શ્રીલંકામાં એકવાર ફરી ધમાકો થયો હોવાનુ સામે આવી રહ્યુ છે. સુત્રોનાં જણાવ્યા મુજબ શ્રીલંકાની રાજધાની કોલંબોથી લગભગ 40 કિ.મી. દૂર પુગોડા શહેરમાં બોમ્બબ્લાસ્ટ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. શ્રીલંકામાં સૌથી મોટા આંતકી હુમલાને હજુ એક અઢવાડિયુ પણ થયુ નથી અને એકવાર ફરી ત્યા બોમ્બબ્લાસ્ટ થયો હોવાનુ સામે આવી રહ્યુ છે.

શ્રીલંકામાં અત્યાર સુધીનાં સૌથી ભયાનક હુમલામાં લગભગ 359 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ધમાકાઓ 8 અલગ-અલગ જગ્યાએ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અહી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. જો કે આ ભયાનક હુમલાને હજુ એક અઢવાડિયુ પણ થયુ નથી અને એકવાર ફરી બોમ્બબ્લાસ્ટ થયો છે. જેણે સુરક્ષા એજન્સીઓ પર સવાલો ઉભા કરી દીધા છે. મળતી માહિતી અનુસાર કોલંબોથી 40 કિ.મી. દૂર થયેલા આ હુમલામાં કોઇનાં માર્યા હોવાના કોઇ સમાચાર નથી.

સુત્રોનાં જણાવ્યા મુજબ, પુગોડા શહેરમાં ગુરુવારે સવારે એક ધમાકો થયો હોવાનો અવાજ સંભળાયો હતો. આ અંગે પુલીસને જાણ થતા તેણે ઘટનાસ્થળ પહોચી આગળની તપાસ શરૂ કરી છે. પુગોડા શહેરમાં થયેલા હુમલા બાદ હવે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.