Business News/ 1 જૂનથી બદલાશે એડવાન્સ ટેક્સ, ક્રેડિટ કાર્ડ અને UPI ના નિયમો, જાણી લો તમારા બજેટ પર થનારી અસર

1 જૂનથી દેશમાં પર્સનલ ફાઇનાન્સ (Finance) સાથે જોડાયેલા ઘણા મોટા નિયમો બદલાઈ રહ્યા છે. એડવાન્સ ટેક્સની ડેડલાઇન, HRA છૂટ, UPI સુરક્ષા અને ક્રેડિટ કાર્ડ ચાર્જિસના બદલાયેલા નિયમો વિશે વિગતવાર વાંચો.

Top Stories Business
Finance

Personal Finance Rule Changes 2026: જૂન મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય નાગરિકોના ખિસ્સા (Finance) અને બજેટને સીધી અસર કરતા અનેક આર્થિક નિયમો બદલાવા જઈ રહ્યા છે. એડવાન્સ ટેક્સની ડેડલાઇનથી લઈને જૂની ટેક્સ વ્યવસ્થામાં મળનારી મોટી છૂટછાટ, યુપીઆઈ (UPI) પેમેન્ટના સુરક્ષા ફીચર્સ અને ક્રેડિટ કાર્ડના મોંઘા થતા ચાર્જિસ જેવા મહત્વના ફેરફારો આ મહિનાથી લાગુ થઈ રહ્યા છે. એક જાગૃત ગ્રાહક તરીકે તમારા નાણાકીય વ્યવહારો, કમાણી અને બચત આયોજન માટે આ તમામ નિયમો જાણી લેવા અત્યંત જરૂરી છે.

એડવાન્સ ટેક્સની નવી ડેડલાઇન

જો તમારી અંદાજિત ટેક્સ જવાબદારી 10,000 રૂપિયાથી વધુ છે, તો નાણાકીય(Finance) વર્ષ 2026-27 માટે એડવાન્સ ટેક્સના પ્રથમ હપ્તાની છેલ્લી તારીખ 15 જૂન નક્કી કરવામાં આવી છે. આ ડેડલાઇન સુધીમાં કુલ ટેક્સના ઓછામાં ઓછા 15 ટકા હિસ્સો ચૂકવવો ફરજિયાત છે. આ પ્રથમ હપ્તો નવા આવકવેરા અધિનિયમ 2025 અને આવકવેરા નિયમો 2026 ના દાયરા હેઠળ જમા કરવામાં આવશે. જો સમયસર ચૂકવણી નહીં થાય, તો દર મહિને 1 ટકા વધારાનું વ્યાજ ચૂકવવું પડશે.

જૂની ટેક્સ વ્યવસ્થામાં મોટી રાહત

જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરનારા પગારદાર (Finance)કર્મચારીઓ માટે સારા સમાચાર છે:

હોસ્ટેલ ભથ્થું: ટેક્સ ફ્રી હોસ્ટેલ એલાઉન્સની મર્યાદા વધારીને હવે 9,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે.

ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ: બાળકોના શિક્ષણ માટે મળતી ટેક્સ છૂટ 100 રૂપિયાથી વધારીને હવે 3,000 રૂપિયા પ્રતિ બાળક પ્રતિ માસ કરાઈ છે.

HRA માં રાહત: અમદાવાદ, બેંગલુરુ, પુણે અને હૈદરાબાદ જેવા અગ્રણી શહેરોને હવે 50 ટકા એચઆરએ (HRA) છૂટવાળી યાદીમાં સામેલ કરાયા છે, જેનાથી ટેક્સમાં મોટો ફાયદો થશે.

Finance

UPI પેમેન્ટ બનશે વધુ સુરક્ષિત અને EPFO ની નવી સુવિધા

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે નવું ફીચર રોલઆઉટ કર્યું છે. હવે જ્યારે પણ તમે કોઈનો ક્યુઆર (QR) કોડ સ્કેન કરશો કે મોબાઈલ નંબર નાખીને પૈસા મોકલશો, ત્યારે સ્ક્રીન પર બેંક ખાતામાં નોંધાયેલું તે વ્યક્તિનું સત્તાવાર વેરિફાઇડ (Verified) નામ દેખાશે. આ ઉપરાંત, ઈપીએફઓ (EPFO) દ્વારા પણ યુપીઆઈ ના માધ્યમથી પીએફ (PF) ના પૈસા તાત્કાલિક ઉપાડી શકાય તે માટેનું ટ્રાયલ શરૂ કરાયું છે.

ક્રેડિટ કાર્ડ યુઝર્સનો વધશે ખર્ચ અને મોંઘા ચાર્જિસ

ક્રેડિટ કાર્ડનો વધુ પડતો ઉપયોગ કરનારાઓ માટે નિયમો કડક અને ખર્ચાળ બન્યા છે:

કોટક મહિન્દ્રા બેંક: યુટિલિટી બિલ, ફ્યુઅલ અને ભાડાની ચુકવણી પર મળતા રિવોર્ડ પોઈન્ટ્સ મર્યાદિત કર્યા છે. હવેથી રેન્ટ અથવા એજ્યુકેશન પેમેન્ટ પર 1 ટકા ચાર્જ લાગશે.

બેંક ઓફ બરોડા: 23 જૂનથી પોતાના ‘વન કો-બ્રાન્ડેડ’ ક્રેડિટ કાર્ડ પર બાકી રકમ પરનો વ્યાજ દર માસિક 3.49 ટકાથી વધારીને 3.75 ટકા કરશે.

ICICI બેંક: 18 જૂનથી એમેઝોન પે ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવા પર મળતો 1 ટકા રિવોર્ડ બેનિફિટ બંધ કરી રહી છે.

HDFC બેંક: 25 જૂનથી ગ્રાહકોને 100 રૂપિયાથી ઉપરના યુપીઆઈ પેમેન્ટ (Finance) અને 500 રૂપિયાથી વધુની રસીદ પર જ એસએમએસ (SMS) એલર્ટ મળશે, જો કે ઈમેલ પર તમામ ટ્રાન્ઝેક્શનની વિગતો આવતી રહેશે.

શેરબજારમાં માર્જિનના કડક નિયમો

શેરબજારના ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O) સેગમેન્ટમાં ટ્રેડિંગ કરતા ટ્રેડર્સ માટે સેબી (SEBI) નો 50:50 માર્જિન નિયમ હવે પૂર્ણપણે લાગુ થઈ ગયો છે. આ નિયમ હેઠળ રોકાણકારોએ ટ્રેડિંગ માર્જિનનો ઓછામાં ઓછો 50 ટકા હિસ્સો રોકડા (કેશ) અથવા રોકડ સમાન સાધનોમાં રાખવો પડશે. હવે માત્ર શેર ગિરવી (Pledge) મૂકીને આખું માર્જિન મેળવી શકાશે નહીં.

સોલર પ્રોજેક્ટ્સની કિંમતમાં વધારો(Finance)

સરકારી સબસિડી કે નેટ મીટરિંગવાળા(Finance) તમામ સોલર પ્રોજેક્ટ્સમાં હવે માત્ર એએલએમએમ (ALMM) ની સત્તાવાર યાદીમાં સામેલ સોલર મોડ્યુલનો જ ઉપયોગ કરવો ફરજિયાત રહેશે. ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાના આ નિર્ણયના કારણે શરૂઆતના તબક્કામાં ઘરોમાં સોલર સિસ્ટમ લગાવવાનો ખર્ચ થોડો વધી શકે છે.


આ પણ વાંચો:પેટ્રોલ ડીઝલ પછી, CNG ના ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો થયો

આ પણ વાંચો:પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડિઝલ સપ્લાયનું મોનીટરીંગ

આ પણ વાંચો:પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું, 10 દિવસમાં ચોથી વખત ભાવ વધારો, જાણો નવા દર