Not Set/ પ્રોડ્યૂસર્સ ગિલ્ડનાં સીઈઓ કુલમીત મક્કડનું હાર્ટ એટેકથી નિધન, કરણ જોહરે આ રીતે કર્યા યાદ

પ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાનાં સીઈઓ કુલમીત મક્કડનું નિધન થઇ ગયુ છે. શુક્રવારે 60 વર્ષિય કુલમીતનું હાર્ટ એટેકથી નિધન થયું હતુ. મળતી માહિતી મુજબ તે ધર્મશાળામાં હતા જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. મક્કડ 2010 માં ભારતનાં પ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાનાં સીઈઓ બન્યા હતા. આ પહેલા તે સારેગામા અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ […]

India
8ecc740f3de020781c2bfc877ec2df5f પ્રોડ્યૂસર્સ ગિલ્ડનાં સીઈઓ કુલમીત મક્કડનું હાર્ટ એટેકથી નિધન, કરણ જોહરે આ રીતે કર્યા યાદ
8ecc740f3de020781c2bfc877ec2df5f પ્રોડ્યૂસર્સ ગિલ્ડનાં સીઈઓ કુલમીત મક્કડનું હાર્ટ એટેકથી નિધન, કરણ જોહરે આ રીતે કર્યા યાદ

પ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાનાં સીઈઓ કુલમીત મક્કડનું નિધન થઇ ગયુ છે. શુક્રવારે 60 વર્ષિય કુલમીતનું હાર્ટ એટેકથી નિધન થયું હતુ. મળતી માહિતી મુજબ તે ધર્મશાળામાં હતા જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. મક્કડ 2010 માં ભારતનાં પ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાનાં સીઈઓ બન્યા હતા. આ પહેલા તે સારેગામા અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ જેવી કંપનીઓ સાથે પણ જોડાયેલા હતા. હિન્દી સિનેમાનાં ઘણા દિગ્ગજોએ મક્કડનાં મૃત્યુને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

કુલમીત મક્કડ લગભગ ત્રણ દાયકાથી ફિલ્મ જગત સાથે સંકળાયેલા હતા. અનેક મોટી સંસ્થાઓનાં વડા હોવા ઉપરાંત, તેમણે ફિલ્મ ઉદ્યોગમાં દૈનિક વેતન મેળવનારાઓ માટે ટ્રસ્ટ ફંડ બનાવવાની પહેલ પણ કરી હતી. તેઓ લોકડાઉનને કારણે મુશ્કેલીમાં પડેલા મજૂરો માટે આ ટ્રસ્ટ બનાવવા માંગતા હતા. ટ્વિટર પર કુલમીત મક્કડનાં યોગદાનને યાદ કરતાં કરણ જોહરે લખ્યું – કુલમીત, પ્રોડ્યુસર ઓફ ગિલ્ડ ઓફ ઈન્ડિયા માટે એક આધારસ્તંભ જેવુ હતુ. તેમણે ઉદ્યોગને આગળ વધારવા માટે અથાક કામ કરવાનું ચાલુ રાખ્યું હતુ. તમે બહુ વહેલા ચાલ્યા ગયા. તમે હંમેશાં યાદ રહેશો. મારા મિત્ર ઈશ્વર તમને શાંતિ અર્પે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.