Not Set/ લોકડાઉન વચ્ચે LPG Cylinder ને લઇને આવ્યા સારા સમાચાર, જાણો નવી કિંમત

કોરોના વાયરસ રોગચાળાને કારણે, દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે ચારે દિશાએથી ખરાબ સમાચાર વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસી બિન સબસિડીવાળા એલપીજી રસોઇ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવાની ઘોષણા કરી છે. દેશની રાજધાની દિલ્હીમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વિનાનાં 14.2 કિલોવાળા […]

India
77eea283984cf72c65e1973515aa973a લોકડાઉન વચ્ચે LPG Cylinder ને લઇને આવ્યા સારા સમાચાર, જાણો નવી કિંમત
77eea283984cf72c65e1973515aa973a લોકડાઉન વચ્ચે LPG Cylinder ને લઇને આવ્યા સારા સમાચાર, જાણો નવી કિંમત

કોરોના વાયરસ રોગચાળાને કારણે, દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે ચારે દિશાએથી ખરાબ સમાચાર વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસી બિન સબસિડીવાળા એલપીજી રસોઇ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવાની ઘોષણા કરી છે. દેશની રાજધાની દિલ્હીમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વિનાનાં 14.2 કિલોવાળા એલપીજી સિલિન્ડરને 162.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર સસ્તુ કરી દીધુ છે. 14.2 કિલો સિલિન્ડરનો નવો ભાવ હવે 581.50 રૂપિયા પર થઇ ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલો સિલિન્ડરની કિંમત 256 રૂપિયા ઘટાડીને 1,029.50 રૂપિયા કરી દીધી છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, દિલ્હીમાં 14.2 કિલો નોન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત 581 રૂપિયા થઈ ગઈ છે, જેની પહેલાં કિંમત 744 રૂપિયા હતી. આ સિવાય, 14.2 કિલો બિન-સબસિડીવાળા ગેસ સિલિન્ડરનો ભાવ કોલકાતામાં 584.50 રૂપિયા, મુંબઇમાં 579.00 રૂપિયા અને ચેન્નઇમાં 569.50 રૂપિયા થઇ ગયો છે. કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં આ સિલિન્ડરની કિંમત અનુક્રમે 774.50 રૂપિયા, 714.50 રૂપિયા અને 761.50 રૂપિયા હતી.

આપને જણાવી દઈએ કે, ગયા મહિને 1 એપ્રિલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજીનાં ભાવમાં ઘટાડો કર્યો હતો. તે સમયે દેશની રાજધાની દિલ્હીમાં બિન સબસિડીવાળા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી સિલિન્ડરનાં ભાવમાં રૂ. 61 નો ઘટાડો કરવામાં આવ્યો છે. વળી, એલપીજી સિલિન્ડરનાં ભાવમાં કોલકાતામાં 65 રૂપિયા, મુંબઇમાં 62 રૂપિયા અને ચેન્નઇમાં 64.40 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં બિન સબસિડીવાળા 14.2 કિલો એલપીજી સિલિન્ડરનો ભાવ અનુક્રમે રૂ. 744, રૂ. 774, રૂ.714.50 અને રૂ. 761.50 થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.