#TokyoOlympic2021/ વિનેશ ફોગાટે સ્વીડિશ મહિલા કુસ્તીબાજને 7-1 થી હરાવી

વિનેશ ફોગાટે કુસ્તીમાં સોફિયા મેગ્ડાલેનાને 7-1થી હરાવી હતી. વિશ્વની નંબર વન મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે ગુરુવારે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાની પ્રથમ મેચ રમી હતી.

Top Stories Sports
11 98 વિનેશ ફોગાટે સ્વીડિશ મહિલા કુસ્તીબાજને 7-1 થી હરાવી
  • ભારતીય રેસલર વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઈનલમાં
  • સ્વીડનની રેસલરને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી
  • 53 કિલો ફ્રી સ્ટાઈલ કેટેગરીમાં વિનેશની જીત

વિનેશ ફોગાટે કુસ્તીમાં સોફિયા મેગ્ડાલેનાને 7-1થી હરાવી હતી. વિશ્વની નંબર વન મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે ગુરુવારે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાની પ્રથમ મેચ રમી હતી. તેણીએ સ્વીડિશ મહિલા કુસ્તીબાજ સોફિયા મેટસન સાથે સ્પર્ધા કરી. વિનેશ ફોગાટ આ વખતે 53 કિલો વજન વર્ગમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / રેસલિંગમાં રવિકુમાર દહિયાએ રચ્યો ઈતિહાસ, હવે બીજો સિલ્વર મેડલ કન્ફર્મ

માત્ર પાંચ વર્ષની ઉંમરે દ્રોણાચાર્ય પુરસ્કાર અને તાઉ મહાબીર ફોગાટનાં અખાડામાં કુસ્તીની યુક્તિઓ શીખનાર વિનેશ ફોગાટે મેટ પર એવી છાપ છોડી છે કે આજે દરેક વ્યક્તિ તેની રમતનો ચાહક છે. વિનેશ ફોગાટ કોમનવેલ્થ તેમજ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા છે. તેમને સરકાર દ્વારા અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવી ચુકેલ છે. વિનેશે 2016 ની રિયો ઓલિમ્પિક્સની શરૂઆત પોતાની એક અલગ શૈલીમાં કરી હતી, પરંતુ દુર્ભાગ્યવશ તેને મુકાબલા દરમ્યાન ઘૂંટણમાં ઈજા થઇ હતી અને તે મેચમાંથી બહાર થઈ ગઇ હતી. વિનેશ ફોગાટ પાસે રિયો ઓલિમ્પિકની નિરાશાને ખુશીમાં ફેરવવાની સારી તક છે.

11 97 વિનેશ ફોગાટે સ્વીડિશ મહિલા કુસ્તીબાજને 7-1 થી હરાવી

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / મનિકા બત્રાએ ટોક્યોમાં ઈતિહાસ રચ્યો, હવે કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી

અત્યાર સુધી ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં 3 મેડલ મળ્યા છે. મીરાબાઈ ચાનુએ વેઇટલિફ્ટિંગમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. તેણે આ સફળતા 49 કિલો વજન વર્ગમાં મેળવી હતી. પીવી સિંધુએ ભારતને બીજો મેડલ અપાવ્યો છે. તેણે બેડમિન્ટનમાં મહિલા સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બોક્સિંગમાં, લવલીના બોરગોહેને 69 કિલો વજન વર્ગમાં બ્રોન્ઝ જીત્યો છે. સાથે જ કુસ્તીમાં રવિ દહિયાએ ફાઇનલમાં પહોંચીને ચોથો મેડલ સુનિશ્ચિત કર્યો છે.