Not Set/ રાહુલ અને પ્રિયંકા ગાંધીને મેરઠ બોર્ડર પર પોલીસે રોક્યા, જાણો કારણ

નાગરિકતા સુધારો કાયદા વિરુદ્ધ થયેલા હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા લોકોનાં પરિવારોને મળવા જતા કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે મેરઠમાં પ્રવેશવાની મંજૂરી આપી ન હોતી. કલમ 144 લાદવાનો હવાલો આપીને પોલીસે મેરઠ સરહદ પર પ્રતાપુર બાયપાસ નજીક તેમને અટકાવ્યા હતા અને પાછા ફરવાનું કહ્યું હતું. ત્યારબાદ રાહુલ અને પ્રિયંકા ત્યાંથી પાછા […]

Top Stories India
Rahul and Priyanka Gandhi રાહુલ અને પ્રિયંકા ગાંધીને મેરઠ બોર્ડર પર પોલીસે રોક્યા, જાણો કારણ

નાગરિકતા સુધારો કાયદા વિરુદ્ધ થયેલા હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા લોકોનાં પરિવારોને મળવા જતા કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે મેરઠમાં પ્રવેશવાની મંજૂરી આપી ન હોતી. કલમ 144 લાદવાનો હવાલો આપીને પોલીસે મેરઠ સરહદ પર પ્રતાપુર બાયપાસ નજીક તેમને અટકાવ્યા હતા અને પાછા ફરવાનું કહ્યું હતું. ત્યારબાદ રાહુલ અને પ્રિયંકા ત્યાંથી પાછા ફર્યા હતા.

મેરઠમાં થયેલ પાંચ મોત પર સવાલો પૂછતાં પ્રિયંકાએ કહ્યું કે, તેઓ તેના પરિવારનાં સભ્યોને મળવા જઇ રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પોલીસ અમને અટકાવી રહી છે, તેથી અમે તેમનો આદર કરીને પાછા જઈ રહ્યા છીએ. તેમને કેમ રોકવામાં આવ્યા તે અંગે રાહુલે કહ્યું કે, આ અંગે તમારે પોલીસને પૂછવું જોઈએ.

વહીવટી તંત્રનું કહેવું છે કે રાહુલ અને પ્રિયંકા નાગરિકતા સુધારો અધિનિયમ દરમિયાન થયેલી હિંસામાં મૃતકનાં સબંધીઓને મળવા જઇ રહ્યા હતા. તે વિસ્તારોમાં કલમ 144 લાગુ છે, તેથી તેમને ત્યાં જવાની મંજૂરી આપવામાં આવી નથી. વળી, કોંગ્રેસનું કહેવું છે કે તંત્રને અગાઉથી જાણ કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત ત્રણ લોકો મૃતકોનાં સંબંધીઓને મળવા માટે ત્યાં જશે.

આપને જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધી અગાઉ બિજનોર પહોંચી હતી. અહીં તેમણે નહટૌરમાં માર્યા ગયેલા લોકોનાં પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ યોગી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, નાગરિકત્વનાં અધિકારનાં પુરાવા માંગવાનો કોઈને પણ અધિકાર નથી. આ કાયદો ગરીબોની વિરુદ્ધ છે. આ કાયદો મોંઘવારીથી. બેરોજગારીથી ધ્યાન ભટકાવવા માટે લાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.