Illegal construction/ ભાવનગરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા ઝુંબેશઃ અનેક મોટી સોસાયટીઓને નોટિસ

ભાવનગર શહેરમાં બર તળાવ માંથી નીકળતી ગઢેચી નદીના કુદરતી વેણમાં અનેક મસ્ત મોટી સોસાયટીઓના દબાણો થઈ ગયા છે જેને દૂર કરવા માટે ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા 260ને નોટિસ પાઠવવામાં આવી છે.

Top Stories Gujarat
Bhavnagar Municipal corporation ભાવનગરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા ઝુંબેશઃ અનેક મોટી સોસાયટીઓને નોટિસ

ભાવનગરઃ ભાવનગર શહેરમાં બર તળાવમાંથી નીકળતી ગઢેચી નદીના કુદરતી વેણમાં Illegal Construction અનેક મસ્ત મોટી સોસાયટીઓના દબાણો થઈ ગયા છે જેને દૂર કરવા માટે ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા 260ને નોટિસ પાઠવવામાં આવી છે.

ભાવનગર શહેરના સ્થાપના મહાદેવથી નીકળતી ઘઢેચી નદી Illegal Construction જેમાં તાજેતરમાં જ ઓવરફ્લો થતાં અનેક સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા જોકે પાણી ઘૂસવા પાછળનું કારણ નદીના કુદરતી વેણમાં અનેક ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે જેને લઇને તારાજી સર્જાઈ હતી.

આના પગલે મહાનગરપાલિકા દ્વારા આ દબાણો સામે આવતા Illegal Construction તેને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જે પૈકી ઘઢેચી નદીના પ્રારંભથી આરટીઓ નાળા સુધી અંદાજે 900 જેટલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવશે, જેમાં તંત્ર દ્વારા 300 જેટલા મકાન માલિકો ને  260(1) ની નોટિસ પાઠવવામાં આવી છે જે નોટિસ અન્વયે આ તમામ મિલકતધારકોને જમીન માલિકીના પુરાવા રજૂ કરવાના રહેશે તેમ જ હજી પણ 600 જેટલી નોટિસ આપવાની કામગીરી શરૂ છે જ્યારે આ સ્થાનિક રહેવાસીઓ જમીનની માલિકીના પુરાવા રજૂ કરી નહિ શકે તો આ તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવશે.

 

આ પણ વાંચોઃ Smart Village/ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છનું સ્માર્ટ ગામ ‘ભીમાસર’

આ પણ વાંચોઃ ષડ્યંત્ર પર્દાફાશ/પિક્ચરની સ્ટોરીને ટક્કર માટે તેવી સ્ટોરી, પોલીસને આ રીતે કરી ગુમરાહ

આ પણ વાંચોઃ ORGAN DONATION/સુરતમાં 39મુ અંગદાન થયું, નવસારીના વ્યક્તિએ 2 કિડની અને લિવરનું કર્યું દાન, 3 વ્યક્તિઓને મળશે જીવન દાન

આ પણ વાંચોઃ Training For FPO/ સાબરકાંઠા-પ્રાંતિજ ખાતેના સેન્ટર ફોર એક્સેલેન્સ ફોર વેજીટેબલ-વદરાડ ખાતે FPO માટે એક દિવસિય તાલીમ યોજાઈ

આ પણ વાંચોઃ National Organ Donation Day/સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય ઓર્ગન ડોનેશન દિન નિમિત્તે યોજાઇ રેલી,  39મુ ઓર્ગન ડોનેશન