ષડ્યંત્ર પર્દાફાશ/ પિક્ચરની સ્ટોરીને ટક્કર માટે તેવી સ્ટોરી, પોલીસને આ રીતે કરી ગુમરાહ

રિપોર્ટર@ કાર્તિક વાઝા, ઉના, ગીર સોમનાથ  ગીર સોમનાથના ઉનાના કાજરડી ગામે ખાડો ખોદે તે પડે કહેવતને સાચો ઠેરવતો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બનાવની વાત કરીએ તો, કાજરડી ગામના મહિલા સરપંચ ના દિયરે ત્રણ લોકો સામે છરી અને ઢીકા પાટુ નો માર મારવાની ફરિયાદ દાખલ કરાવી હતી.  આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા મોટું ષડ્યંત્ર […]

Gujarat Others
una પિક્ચરની સ્ટોરીને ટક્કર માટે તેવી સ્ટોરી, પોલીસને આ રીતે કરી ગુમરાહ

રિપોર્ટર@ કાર્તિક વાઝા, ઉના, ગીર સોમનાથ 

ગીર સોમનાથના ઉનાના કાજરડી ગામે ખાડો ખોદે તે પડે કહેવતને સાચો ઠેરવતો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બનાવની વાત કરીએ તો, કાજરડી ગામના મહિલા સરપંચ ના દિયરે ત્રણ લોકો સામે છરી અને ઢીકા પાટુ નો માર મારવાની ફરિયાદ દાખલ કરાવી હતી.  આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા મોટું ષડ્યંત્ર બહાર આવ્યુ છે. જેમાં ઉનાના નામચીન એક ડોકટરનું નામ પણ ખુલ્યું છે.

પિક્ચરની સ્ટોરીને ટક્કર માટે તેવી સ્ટોરી ઉના તાલુકાના કાજરડી ગામે વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન નાંખતી વખતે સરપંચના દિયર સાથે ૩ વ્યક્તિએ બોલાચાલી થઇ હતી. આથી બાદમાં સરપંચના દિયરે ગત તારીખ 26ના રોજ ત્રણે ઈસમો સામે મારામારીની ફરીયાદ નોંધાવવા માટે એક ડોક્ટરને 25 હજાર રૂપિયા આપી પોતાના જ શરીર કાપા પડાવી ટાંકા લેવડાવી તેના સર્ટીફિકેટના આધારે ફરીયાદ કરી હોવાનો ગુનો પોલીસમાં નોંધાયો છે. તમને નવાઈ લાગે પણ આ ઘટના ઘટી છે. તમને એક ઈન્જેક્શન લેવાનું હોય તો પણ ડર લાગે પણ એક વ્યક્તિએ શરીર પર કાપા પડાવીને ટાંકા લેવડાવ્યા છે અને ડોક્ટરે પૈસા માટે માનવતા ભૂલી આ કાંડ કર્યો જે પોલીસ તપાસમાં સમગ્ર ષડ્યંત્રનો પર્દાફાશ થયો. 

ઊનાના કાજરડી ગામે સરપંચના દિયર નાનુભાઇ પાંચાભાઇ ચારણીયાએ રામભાઇ બાંભણીયા, ભાવેશભાઇ બાંભણીયા અને બબીબેન બાંભણીયા સામે પોતાને છરી અને ઢીંકા પાટુનો  માર માર્યાની ફરીયાદ નોંધાવી હતી. હકીકતમાં આ ફરીયાદમાં સામાપક્ષનાં રામભાઇએ નાનુભાઇ પાંચાભાઇ ચારણીયા, વશરામભાઇ ચારણીયા, રામશીભાઇ ચારણીયા, ભાવેશભાઇ ચુડાસમા, કમ્પાઉન્ડર અશોક ગીરી અને ઉના શહેરમાં હોસ્પિટલ ધરાવતા નામચીન  ડો. વઘાસીયા સામે સામી ફરીયાદ નોંધાવી છે. 

જેમાં એવો આરોપ મૂક્યો છે કે, નાનુભાઇએ પોતાની સામે ખોટી ફરીયાદ નોંધાવવા માટે ભાવેશની મદદથી અશોક ગીરી અને ડો,વઘાસીયાનો સંપર્ક કરી રૂ. 25,000 માં ઇજાનું ખોટું સર્ટીફિકેટ મેળવવા માટે તેના શરીરને ખોટું કરવાનું ઇન્જેક્શન આપી, તેનાથી શરીર સર્જીકલ બ્લેડથી નાનુભાઇના જમણા ખભા અને પેટમાં ઇજા દેખાય એવા કાપા પડાવ્યા. અને તેના પર ડો.વઘાસીયાએ ચેક કરીને ટાંકા લીધા. અને ડો. વઘાસીયાએ એ રીતે પોલીસ મથકમાં ખોટા બનાવની નોંધ કરાવી. તેના આધારે નાનુભાઇએ રામભાઇ સહિતના સામે ખોટી ફરીયાદ નોંધાવી હતી. આ અંગેનો ગુનો નોંધાતાં ચકચાર ફેલાઇ જવા પામી છે.

આ ષડ્યંત્રમા સામીલ થવા અને ખોટા સર્ટિફિકેટ આપવા મામલે પોલીસે ડો, વઘાસિયા, નાનુભાઇ પાંચાભાઇ ચારણીયા અને અન્ય બે મદદગારી કરનાર મળી કુલ 4 ની ધરપકડ કરી લીધી છે. સમગ્ર મામલે ઉના પોલીસે મોટો પ્રદાફસ તો કર્યો છે પરંતુ એક ડોકટર જે લોકો ના જીવ બચવવાનું કામ હોય તે 25 હજાર ની લાલચમા આવી આ ષડ્યંત્ર માં સામેલ થયો જેના કારણે આ મામલો જિલ્લામાં ટોક ઑફ ટાઉન બન્યો છે.