કચ્છમાં ભારે વરસાદથી ખેતીને 80 થી 90 ટકા નુકશાની થઈ છે, ત્યારે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બન્યા છે. આવા સંજોગોમાં સરકાર સર્વેનું ખોટું નાટક કરવાના બદલે કિસાનોને વાસ્તવિકમાં સહાય આપે તેવી માંગ સાથે ભુજમાં કિસાનોએ કલેકટરને રજુઆત કરી હતી.
કચ્છમાં સતત એક મહિના સુધી વરસાદ રહેતા ખેતરો તળાવમાં ફેરવાયેલા રહ્યા છે. ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ ગયો છે. કચ્છમાં ચોમાસુ પાક સંદતર ફેલ ગયો છે. જિલ્લામાં અઢીસો ટકા વરસાદથી ખેતીના પાકો ધોવાઈ ગયા છે.
સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી પણ તેની શરતો જોતા કચ્છના ખેડૂતોને લાભ મળે તેમ નથી હાલની સ્થિતિ જોઈ વાસ્તવિક ધોરણે ખેતરોમાં સર્વે થાય અને નુક્શાનીના આધારે સહાયની રકમ ચૂકવાય તેવી માંગ કરાઈ છે
ભુજ ખાતે કલેકટર કચેરીમાં કચ્છના તાલુકામથકોએથી કિસાન આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રતીક ધરણા કરી સરકાર સહાય આપે તેવી માંગ કરાઈ હતી. ક્ચ્છ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયું હતું ખાસ તો મગ,જુવાર,કપાસ,ગુવાર,ઘાસચારો સહિતના પાકો ધોવાઈ ગયા છે હવે માત્ર શિયાળુ પાક પર જ ખેડૂતોને આશા છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
