Not Set/ અરવલ્લીમાં વિદ્યાર્થીનીની લટકતી લાશ મળવાનો સીલસીલો યથાવત

અરવલ્લીમાં લટકતી લાશ મળવાનો સીલસીલો યથાવત્ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા અરલ્લીમાં ઝાડ પર બે પ્રેમી યુગલનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ હવે ફરી એકવાર અરવલ્લીના મેઘરજ નગરમાં ઝાડ સાથે વિદ્યાર્થીની લટકતી લાશ મળી આવી છે. આ વિદ્યાર્થીનીની ઓળખ ચાંદની કોટડ તરીકે થઇ છે. આપને જણાવી દઈએ કે ચાંદની કોટડ નર્સિંગનો અભ્યાસ […]

Gujarat Others

અરવલ્લીમાં લટકતી લાશ મળવાનો સીલસીલો યથાવત્ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા અરલ્લીમાં ઝાડ પર બે પ્રેમી યુગલનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ હવે ફરી એકવાર અરવલ્લીના મેઘરજ નગરમાં ઝાડ સાથે વિદ્યાર્થીની લટકતી લાશ મળી આવી છે. આ વિદ્યાર્થીનીની ઓળખ ચાંદની કોટડ તરીકે થઇ છે.

આપને જણાવી દઈએ કે ચાંદની કોટડ નર્સિંગનો અભ્યાસ કરતી હતી અને તે મૂળ રાજસ્થાનના દેવલ ગામની વતની હતી. હાલ ચાંદની મેઘરજ પોસ્ટ ઓફિસ પાસે મકાન ભાડે રાખી નર્સિંગનો અભ્યાસ કરી રહી હતી.

ઝાડ સાથે લટકતો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં અવી હતી જે બાદ મેઘરજ પોલીસે મૃતદેહને મેઘરજ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો છે. જણાવી દઈએ કે હાલ વિદ્યાર્થીની  મૂત્યુનુ કારણ અકબંધ છે. હાલ પોલીસે ચાંદનીના વ્હાલી વારસોને બોલાવી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.