Banaskantha News: બનાસકાંઠાના વાવમાં સ્કૂલની હાલત ખંડેર છે. શાળા હોવા છતાં વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણવા લાચાર છે. શાળાના તમામ રૂમ ખંડેરની સ્થિતિમાં છે. એક જ રૂમ બેસવા લાયક છે. સતત રજૂઆત છતાં શાળાની હાલતમાં કોઈ ફેરફાર થયો નથી. 50 વર્ષ જૂની સ્કૂલની સ્થિતિ જોખમી છે.
શાળાની સ્થિતિ ખરાબ હોવાથી વિદ્યાર્થીઓ બહાર બેસવા લાચાર છે. સામાન્ય વરાસદમાં ભયના ઓથાર હેઠળ બાળકોને ઘેર મૂકવા શાળા લાચાર છે. સતત રજૂઆત છતાં ખંડેર થયેલી શાળાની દશા કે દિશા બદલાઈ નથી. 50 વર્ષ જૂની સ્કૂલની સ્થિતિ જોખમી હોવા છતાં વિકાસની વાતો વચ્ચે શાળા ખંડેરની સ્થિતિમાં છે.
શાળાની ઓફિસમાં આવેલો કોમ્પ્યુટર સેટ ચોમાસામાં બગડે તેવો ડર છે. આ સ્કૂલમાં અભ્યાસ કરાવતા શિક્ષકો રીતસર માથે મોત લઈ શિક્ષણ આપી રહ્યા છે. શિક્ષકો અને બાળકો ભયના ઓથાર હેઠળ શિક્ષણ આપી લઈ રહ્યા છે. વિકાસની વાતો વચ્ચે રાછેણા શાળાની અલગ જ તસ્વીર સામે આવી છે. સરકારના આધુનિક શાળાના દાવાની આ શાળાએ પોલ ખોલી દીધી છે.
આ પણ વાંચો: છેતરપિંડીના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલનારા 13 આરોપી ઝડપાયા
આ પણ વાંચો: છોટાઉદેપુરના નસવાડીમાં ડ્રાઇવરને માર માર્યા બાદ કરાયું અપહરણ, પોલીસે 4 સામે નોંધ્યો ગુનો
આ પણ વાંચો: જૂનાગઢની કૃષિ યુનિ.માં દીપડો ઘૂસી જતા અફડાતફડી, વન વિભાગ એક્શનમાં
