Ahmedabad News : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દુકાન ભાડેથી રાખીને લોકોને ઉંચુ કમિશન આપવાની લાલચ આપીને છેતરપિંડી કરનારા 13 શખ્સોની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓઓ લોકોને કમિશનની લાલચ આપી તેમના બેન્ક એકાઉન્ટ મેળવીને છેતરપિંડીથી મેળવેલા નાણા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવી દેશની બહાર મોકલી દેતા હોવાની ચોંકાવનારી માહિતી તપાસમાં બહાર આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ કૃષ્ણનગરમાં વિજય પાર્ક ચાર રસ્તા પાસે મારૂતી પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર તથા બીજે માળે દુકાનો ભાડે રાખી હતી.ત્યારબાદ આરોપીઓ તેમના મળતીયા માણસો સાથે મળીને લોકોને કમિશન આપવાની લાલચ બતાવીને તેમની પાસે બેન્ક એકાઉન્ટ ખોલાવડાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ આ બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી લેતા હતા. આ વિગતો તેઓ સાયબર ક્રાઈમ આચરતા લોકોને મોકલી આપતા હતા. આ શખ્સો છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરવાતા હતા.
બાદમાં બેન્ક એકાઉન્ટ હોલ્ડર સાથે જઈને આ નામાં મેળવી લેતા હતા. આ નાણાં તેઓ ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવીને દેશની બહાર મોકલી દેતા હતા. આ પ્રકારે મસમોટુ કૌભાંડ આચરતા 13 શખ્સોની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. તેમની પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવશે, એમ પોલીસે જણાવ્યું હતું. તે સિવાય આ પ્રકારે આરોપીઓએ આ પ્રકારે મોટી રકમની છેતરપિંડી કરી હોવાની માહિતી પણ બહાર આવશે.
તપાસમાં આરોપીઓ બેન્ક એકાઉન્ટના બદલામાં ખાતા ધારકોને કમિશન આપતા હતા. બદલામાં તેમની પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ, સીમકાર્ડ વગેરેની કીટ મેળવી લેતા હતા. બાદમાં કેતન પટેલ નામનો આરોપી આ માહિતી ચાઈનીઝ વ્યક્તિઓના વોટ્સએપ તથા ટેલીગ્રામ પર મોકલી આપતો હતો. આ ચાઈનીઝ શખ્સો બેન્ક એકાઉન્ટમાં નાણા જમા કરાવી દેતા હતા. જેની માહિતી ભારતના આરોપીઓને મોકલતા હતા. બાદમાં અહીંના આરોપીઓ દિલીપ જાગાણી અને દિપક રાદડીયા એકાઉન્ટ હોલ્ડરની સાથે બેન્કમાં જઈને જમા થયેલા નાણાં સેલ્ફ ચેકથી કાઢી લેતા હતા. બાદમાં આ રકમ આંગડીયાથી અન્ય આરોપી દર્શિલ શાહને મોકલી દેતા હતા. બાદમાં તેની પાસેની કેશ રકમને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને આ ક્રિપ્ટો કરન્સી ચાઈના ખાતે તેમના મળતીયાઓને મોકલી આપતા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં મૂળ બનાસકાંઠાના અને બાપુનગરમાં રહેતા ફૈઝાન એ.શેખ, કૃષ્ણનગરના અમિત ડી પટેલ, બાપુનગરના રાજુ પી. સાંખટ, નિકોલના દર્શન જે.સેજલીયા, મૂળ ભાવનગરના અને વટવામાં રહેતા રાજેશ એસ.જાસોલીયા, મહેસાણાના અને કૃષ્ણનગરમાં રહેતા વિકી એસ.પટેલ, રાજકોટના દિલીપ એસ.જાગાણી, બાવનગરના કિશોર.એન.પટેલનરોડાના અલ્કેશ વી.પટેલ. સૈજપુર બોઘાના દિપક બાઈલાલભાઈ રાદડીયા, સેટેલાઈટના દર્શિલ શાહ અને મૂળ મહેસાણાના પરંતુ ગાંધીનગરમાં રહેતા કેતન એ.પટેલનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે કર્યુ અનુમાન, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું
આ પણ વાંચો: રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ
આ પણ વાંચો: સામુહિક આપઘાત કેસ:બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ કરી પરિવારને મરવા મજબુર કર્યા,બે સામે ગુનો નોંધાયો