Sabarkantha News/ વિશ્વ ઉમિયાધામ દ્વારા નારી સ્વાભિમાન મહાસંમેલનમાં હજારો બહેનો ઉમટી

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વિશ્વ ઉમિયાધામ દ્વારા નારી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat Others Breaking News
Vishv Umiyadhamની આંતરરાષ્ટ્રીય મહિલા દિને અનોખી ભેટ
Vishv Umiyadhamની આંતરરાષ્ટ્રીય મહિલા દિને અનોખી ભેટ
Vishv Umiyadhamની આંતરરાષ્ટ્રીય મહિલા દિને અનોખી ભેટ

Sabarkantha News: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારી સ્વાભિમાન મહાસંમેલનનું આયોજન કરાયું. સાબરકાંઠા (Sabarkantha)ના પ્રાંતિજ (Prantij)ખાતે બાવન ગામ કડવા પાટીદાર સમાજ વાડીમાં (kadva Patidar Community) હજારો મહિલાઓ ઉમટી હતી. વિશ્વ ઉમિયાધામે(Vishv Umiyadham)શંખનાદ સાથે નારી સ્વાભિમાન મહાસંમેલનની શરૂઆત કરી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Vishv Umiyadhamની આંતરરાષ્ટ્રીય મહિલા દિને અનોખી ભેટ
Vishv Umiyadhamની આંતરરાષ્ટ્રીય મહિલા દિને અનોખી ભેટ

મહિલા દિને વિશ્વ ઉમિયાધામ(Vishv Umiyadham)ની અનોખી પ્રસ્તુતિ

21મી સદીમાં મહિલાઓના સ્વાભિમાન અને શક્તિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખશ્રી આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ સંસ્થાના મહિલા સંગઠન પ્રમુખ ડૉ. રૂપલબેન પટેલ અને વિશ્વ હિંદુ પરિષદના સંયુક્ત ક્ષેત્રીય પ્રમુમ ડૉ. યજ્ઞાબેન જોષી મુખ્યમહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા જિલ્લામાં મહિલા સ્વાભિમાન સંમેલન

આ અંગે વાત કરતા વિશ્વ ઉમિયાધામ (Vishv Umiyadham)ના પ્રમુખશ્રી આર.પી.પટેલ જણાવે છે કે સશક્ત નારી, સશક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રાંતિજમાં નારી સ્વાભિમાન મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત મા ઉમિયા એ શક્તિ સ્વરૂપા છે. નારી શક્તિને સશક્ત કરવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.


આ પણ વાંચો: વિશ્વઉમિયાધામના પ્રમુખના એક આહવાન પર 24 કલાકમાં અમદાવાદ-મુંબઈથી આવ્યું કરોડો રૂપિયાનું દાન

આ પણ વાંચો: પ્રાકૃતિક કૃષિ અભિયાન હેઠળ ઉમિયાધામ સીદસર ખાતે રાજ્યપાલ દ્વારા વિરાટ કૃષિ સંમેલનનું ઉદ્ઘાટન

આ પણ વાંચો: ઉમિયાધામ ઊંઝા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધજા મહોત્સવનો કરાવ્યો શુભારંભ