Gandhinagar News/ મહાવીર જન્મ કલ્યાણકની શુભકામના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મહાવીર સ્વામીએ પ્રબોધેલા કરૂણા, જીવદયા અને અહિંસાના માર્ગે ચાલીને સમરસ, સૌહાર્દપૂર્ણ સમાજના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ થઇએ

Gujarat Gandhinagar

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૈન અને જૈનેતર સમાજના સૌ નાગરિકોને પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકના પર્વની શુભકામના પાઠવી છે.મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, કરૂણા અને અહિંસાના તત્વ ચિંતનને ભગવાન મહાવીર સ્વામીએ જીવન આચરણથી હંમેશા આત્મસાત કરાવ્યું છે. આ દિવસે જૈન ધર્મના પાયામાં રહેલા કરુણા અને અહિંસાના વ્રતોને આત્મસાત કરવાનો સંકલ્પ સૌ કોઈ લે તે જરૂરી છે.

મહાવીર સ્વામીએ પ્રબોધેલા કરૂણા, જીવદયા અને અહિંસાના માર્ગે ચાલીને સમરસ, સૌહાર્દપૂર્ણ સમાજના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ થઇએ એમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાવીર જનકલ્યાણકની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હાઈકોર્ટના ટ્રાફિક નિયમન આદેશ બાદ અમદાવાદ પોલીસ કમિશનરે બોલાવ્યો સપાટો: 440 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની આંતરિક બદલી

આ પણ વાંચો:અમદાવાદ CP નો આકરો મિજાજ : શહેરના 28 PIની કરી આંતરિંક બદલી

આ પણ વાંચો:હિટ એન્ડ રન મામલે પોલીસ કમિશનરની આકરી પ્રતિક્રિયા, ગેરશિસ્ત ભરેલી કામગીરી માટે 3 ASIની બદલી