Ahmedabad News : અમદાવાદમાં છેલ્લા થોડા સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી લથડી છે. જાહેરમાં શસ્ત્રો લઈને અસામાજીક તત્વો આતંક ફેલાવતા નજરે ચઢ્યા હતા. બીજીતરફ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે આકરો મિજાજ દાખવી શહેરના 28 PIની બદલી કરીને તેમને સાનમાં સમજી જવાનો મેસેજ પાઠવ્યો છે. જેમાં રામોલના PI એસ.બી.ચૌધરીની કંટ્રોલ રૂમમાં બદલી કરી નાંખવામાં આવી છે. જ્યારે SOG PI વી.ડી.મોરીને રામોલ પોલીસ સ્ટેશનમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
તે સિવાય બાપુનગર PI એ.ડી.ગામીતની SOGમાં બદલી કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદમાં લિવ રિઝર્વ 4 PIને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. મુકુમદ રાઠોડને શહેરકોટડા સેકન્ડ PI પદે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. જ્યારે સંદિપ દેસાઈ અને સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ PI જે.કે.ડાંરને EOWમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
નિતેષ દેસાઈને એ ડિવીઝન ટ્રાફિકમાં પોસ્ટીંગ અપાયું છે. તે સિવાય હર્ષ જાડેજાને શાહપુર સેકન્ડ PI તરીકે પોસ્ટીંગ અપાયું છે. સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા વી.જે.ચૌધરીને સેટેલાઈટ PI તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. આમ શહેર પોલીસના 28 PIની આંતરિક બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં

