National News/ કારગિલ નહીં, હવે પેસેન્જર પ્લેનની કમાન! જાણો કેવી રીતે ફાઇટર પાઇલટ બની શકે કમર્શિયલ કેપ્ટન

ભારતીય વાયુસેનાના વીર ચક્ર વિજેતા ગ્રુપ કેપ્ટન Abhinandan Varthamanએ પ્રાઈવેટ એરલાઈન્સ ‘Fly91’ જોઈન્ટ કરી છે. જાણો સૈન્ય પાયલોટમાંથી કોમર્શિયલ પાયલોટ બનવાના નિયમો.

NATIONAL Top Stories India
Abhinandan Varthaman

Abhinandan Varthaman IAF: 27 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાની F-16 સાથેની હવાઈ અથડામણ બાદ દેશભરમાં ચર્ચામાં આવેલા ભારતીય વાયુસેનાના નિવૃત્ત ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાને હવે પોતાની કારકિર્દીની નવી શરૂઆત કરી છે. વાયુસેનામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ તેઓ પ્રાદેશિક એરલાઇન Fly91 સાથે જોડાયા હોવાના અહેવાલ છે. અભિનંદનની નવી ઇનિંગ્સ સાથે એક સવાલ પણ ચર્ચામાં આવ્યો છે કે શું ભારતીય વાયુસેનાનો ફાઇટર પાઇલટ નિવૃત્તિ બાદ સીધો પેસેન્જર પ્લેન ઉડાવી શકે? તેનો જવાબ છે- હા, પરંતુ તેના માટે નાગરિક ઉડ્ડયનના નિયમો અને જરૂરી લાઇસન્સિંગ પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે.

સૌથી પહેલાં NOC જરૂરી

મળતા અહેવાલો મુજબ, સૈન્યમાંથી સેવા પૂર્ણ કર્યા બાદ કમર્શિયલ એવિએશનમાં જવા માટે જરૂરી મંજૂરી મેળવવી પડે છે. સૈન્ય અધિકારી ફરજ પર હોય ત્યારે ખાનગી અથવા કમર્શિયલ એરલાઇનમાં પાઇલટ તરીકે કામ કરી શકતા નથી. યોગ્ય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અને જરૂરી NOC (No Objection Certificate) મેળવ્યા પછી જ તેઓ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં જઈ શકે છે.

મિલિટરી લાઇસન્સથી સીધું પેસેન્જર પ્લેન નહીં

ફાઇટર જેટ ઉડાડવાનો સૈન્ય અનુભવ ખૂબ મોટો હોવા છતાં મિલિટરી પાઇલટને સીધા જ એરબસ, બોઇંગ કે ATR જેવા પેસેન્જર વિમાનની કમાન સોંપવામાં આવતી નથી. આ માટે DGCAના નિયમો મુજબ સૈન્ય પાઇલટની લાયકાત અને ઉડાનના અનુભવને નાગરિક ઉડ્ડયન વ્યવસ્થામાં માન્ય કરાવવાની પ્રક્રિયા થાય છે. વાયુસેનામાં પાઇલટે કેટલા કલાક ઉડાન ભરી છે તેની સત્તાવાર લોગબુક અને ફ્લાઇંગ હિસ્ટ્રીની ચકાસણી કરવામાં આવે છે. આ અનુભવને DGCAની જરૂરી પ્રક્રિયા મુજબ વેરિફાઇ કરવામાં આવે છે.

પેસેન્જર પ્લેન માટે અલગ ટ્રેનિંગ

ફાઇટર જેટ(Abhinandan Varthaman) અને પેસેન્જર એરક્રાફ્ટની ટેક્નિકલ સિસ્ટમ તથા તેને ઉડાડવાની પ્રક્રિયા અલગ હોય છે. તેથી ફાઇટર પાઇલટને જે એરક્રાફ્ટ પ્રકાર ઉડાડવાનો હોય તેની Type Rating અને Simulator Training પૂર્ણ કરવી પડે છે. ઉદાહરણ તરીકે, A320, Boeing 737 અથવા ATR જેવા વિમાન માટે સંબંધિત પ્રકારની ટ્રેનિંગ અને જરૂરી લાયકાત મેળવવી પડે છે. બીજી તરફ, વાયુસેનામાં C-17, C-130J અથવા AN-32 જેવા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉડાડનારા પાઇલટો(Abhinandan Varthaman) પાસે મોટા વિમાનનો અનુભવ હોવાથી કમર્શિયલ મલ્ટી-એન્જિન એરક્રાફ્ટમાં પરિવર્તન કેટલીક બાબતોમાં સરળ બની શકે છે.

Abhinandan Varthaman 2019માં કેમ ચર્ચામાં આવ્યા હતા?

14 ફેબ્રુઆરી 2019ના પુલવામા આતંકવાદી હુમલા બાદ 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકવાદી ઠેકાણાઓ સામે હવાઈ કાર્યવાહી કરી હતી. પાકિસ્તાની સેનાએ તેમને કસ્ટડીમાં લીધા હતા અને લગભગ 60 કલાક બાદ 1 માર્ચ 2019ના રોજ તેઓ ભારત પરત ફર્યા હતા. તેમની બહાદુરી બદલ ભારત સરકારે તેમને ‘વીર ચક્ર’થી(Abhinandan Varthaman) સન્માનિત કર્યા હતા. હવે વાયુસેનાની સેવા બાદ તેમની નવી ઉડાન કમર્શિયલ એવિએશન ક્ષેત્રમાં શરૂ થઈ હોવાનું અહેવાલોમાં જણાવાઈ રહ્યું છે.


આ પણ વાંચો: જમીન ફાળવણીમાં વિલંબથી કંટાળીને કારગિલ યુદ્ધના દિવ્યાંગ પૂર્વ સૈનિકે કરી આત્મહત્યાની કોશિશ

આ પણ વાંચો: હું દેશની રક્ષા કરું કે પરિવારની? જવાનના વાયરલ વીડિયોથી ખળભળાટ, તપાસમાં ખુલ્યું સત્ય

આ પણ વાંચો: બરફીલા પહાડોમાં આતંકીઓની શોધ, ભારતીય સેના સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં