Delhi News/ દિલ્હી નજીક ધરતી ધ્રુજી, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા

રાજધાની દિલ્હી (Delhi) નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાના રેવાડીમાં હોવાનું જાણવા મળ્યું છે.

Top Stories India
Delhi

Delhi News: રાજધાની દિલ્હીની નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે સવારે દિલ્હીથી થોડે દૂર હરિયાણાના રેવાડી વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, સવારે 7:01 વાગ્યે લોકો ભૂકંપના હળવા આંચકાઓ અનુભવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના રેવાડીમાં જમીનથી લગભગ 5 કિમીની ઊંડાઈએ હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ છે.

હળવી તીવ્રતાનો ભૂકંપ (Earthquake)

ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. અરવલ્લી પર્વતમાળાની નજીકના વિસ્તારોમાં રહેતા લોકોએ આંચકા થોડા વધુ તીવ્રતા સાથે અનુભવ્યા હોવાનું જણાવા મળ્યુ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને સંબંધિત એજન્સીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 1 ડિસેમ્બરે હરિયાણા  (Haryana) માં પણ ભૂકંપ આવ્યો હતો. તે રાત્રે 9:22 વાગ્યે અનુભવાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ સોનીપત હતું.

ભારતમાં ભૂકંપ ક્ષેત્રો

ભૂસ્તરશાસ્ત્રીઓના મતે ભારતનો લગભગ 59% વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. દેશને ભૂકંપના જોખમના આધારે ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. ઝોન 2, ઝોન 3, ઝોન 4 અને ઝોન 5. તેમાં ઝોન 5 સૌથી વધુ જોખમી માનવામાં આવે છે, જ્યારે ઝોન 2માં જોખમ ઓછું છે. દેશની રાજધાની દિલ્હી (Delhi) ઝોન 4માં આવે છે, જેને ઉચ્ચ જોખમવાળો વિસ્તાર ગણવામાં આવે છે.

અહીં 7 કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. હિમાલય વિસ્તાર, કચ્છ અને ઉત્તરપૂર્વ ભારત જેવા પ્રદેશોને ભૂકંપની દૃષ્ટિએ સક્રિય માનવામાં આવે છે, કારણ કે ભારતીય પ્લેટ સતત યુરેશિયન પ્લેટ સાથે અથડાતી રહે છે.


આ પણ વાંચો: “આ રાષ્ટ્રપતિનું નહીં, બંધારણનું અપમાન”,મમતા સરકાર પર પીએમ મોદીના તીખા પ્રહારો

આ પણ વાંચો: 9 માર્ચથી સંસદનું સત્ર: લોકસભા સ્પીકર ઓમ બિરલાને હટાવવા વિપક્ષનો પ્રસ્તાવ, ભાજપ-કોંગ્રેસનું વ્હીપ

આ પણ વાંચો: “ઈરાન પર હુમલાને કારણે ભારતમાં હિંસાનો ભય,” ગૃહ મંત્રાલય રાજ્યોને પત્ર લખીને તેમને સતર્ક રહેવા વિનંતી કરી