અવસાન/ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ એટેકથી નિધન

અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલ હવે આ દુનિયામાં નથી. હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું છે.

Top Stories Entertainment

બોલીવૂડ એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું આજે સવારે નિધન થયું છે. કૌટુંબિક સૂત્રોનાં જણાવ્યા અનુસાર, તેનું મોત હાર્ટ એટેકથી થયું છે.  રજે રવિવારે જ મિત્રો સાથે પાર્ટી કરી હતી. સોમવારે તેણે મંદિરા અને મિત્રો સાથે એક ફોટો શેર કર્યો અને કહ્યું કે આ તેનો રવિવારનો દિવસ શાનદાર છે.

રાજ ભારતીય નિર્દેશક, નિર્માતા હતા. રાજે પ્યાર મેં કભી કભી, શાદી કા લડ્ડુ અને એન્થની કૌન હૈ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ સિવાય તેણે માય બ્રધર નિખિલ, શાદી કા લડ્ડુ અને પ્યાર મેં કભી કભી ફિલ્મ પણ બનાવી છે.

https://www.instagram.com/p/CQYeFjDJD_e/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો :જાણો કેમ અક્ષય કુમારે કેટરીના કૈફને કહ્યું હતું – તમને મારીશ થપ્પડ…

મંદિરા બેદી અને રાજ કૌશલની પહેલી મુલાકાત 1966 માં મુકુલ આનંદના ઘરે થઈ હતી. મંદિરા ત્યાં ઓડિશન આપવા પહોંચી હતી અને રાજ મુકુલ આનંદના સહાયક તરીકે કામ કરતો હતો. અહીંથી જ બંનેના પ્રેમની શરૂઆત થઈ એન બાદમાં મંદિરા બેદી અને રાજ કૌશને 14 ફેબ્રુઆરી 1999 ના રોજ લગ્ન કર્યા હતા. ખરેખર મંદિરાના માતા-પિતા ઇચ્છતા હતા કે તેણી કોઈ ફિલ્મ નિર્દેશક સાથે લગ્ન કરે. પરંતુ બંનેના પ્રેમની સામે કોઇ ઉભા રહી શક્યું નહીં. રાજના ગયા પછી હવે મંદિરાએ બંને બાળકોને એકલા જોવા પડશે. અભિનેત્રી અને તેના પરિવાર માટે આ સમય ખૂબ મુશ્કેલ છે.

https://www.instagram.com/p/CQPl70oJeCT/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો : સામે આવ્યું ફિલ્મ RRR નું નવું પોસ્ટર, 2 સોંગ સિવાય પૂર્ણ થયું શુટિંગ

ગયા વર્ષે દત્તક લીધી દીકરી

મંદિરા અને રાજ, જે પહેલાથી જ એક પુત્રના માતાપિતા હતા, ગયા વર્ષે જ તેણે એક પુત્રીને દત્તક લીધી હતી. રાજ અને મંદિરા તેમની પુત્રીના જીવનમાં આગમનથી ખૂબ ખુશ હતા. તેણે સોશિયલ મીડિયા પર દરેકને તેની પુત્રી સાથે પરિચય કરાવ્યો.

https://www.instagram.com/p/CQRjeZOpemI/?utm_source=ig_web_copy_link

ફાધર્સ ડે નિમિત્તે રાજે બંને બાળકો સાથે ફોટો શેર કર્યો હતો, જેમાં ત્રણેય ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. રાજને તે સમયે વિચાર્યું પણ નહીં હોય કે આ તેનો અંતિમ ફાધર્સ ડે હશે.

આ પણ વાંચો :ગુલઝાર સાહેબે આ અંદાજમાં કરી કોરોના રસી લાગવાની અપીલ

આ પણ વાંચો :કંગનાનો પાસપોર્ટ રિન્યુ,સોશિયલ મીડિયા પર તસવીર સાથે આ વાતની જાણકારી આપી