Not Set/ ફારુક અબ્દુલ્લા થયા કોરોના સંક્રમિત, પરિવાર સહિત ઓમર થયા આઈસોલેટ

કોરોના વાયરસના સતત વધતા જતા કેસ વચ્ચે હવે બીજો મોટો સમાચાર સામે આવ્યા છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે.

Top Stories India

કોરોના વાયરસના સતત વધતા જતા કેસ વચ્ચે હવે બીજો મોટો સમાચાર સામે આવ્યા છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. આ માહિતી ખુદ તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને આપી છે. આ સાથે, તેમણે એમ પણ કહ્યું છે કે જ્યાં સુધી તેમનો કોરોના રિપોર્ટ નહીં આવે, ત્યારે તે પણ પુરા પરિવાર સાથે આઇસોલેશનમાં રહેશે.

તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું, ‘મારા પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને કેટલાક લક્ષણો પણ તેમનામાં દેખાઈ રહ્યા છે. જ્યાં સુધી કોરોનાનો ટેસ્ટ કરાવવા સુધી હું અને મારો પરિવાર આઇસોલેશનમાં રહીશું. ” આ સાથે, તેમણે છેલ્લા કેટલાક દિવસોમાં તેમની સાથે સંપર્કમાં આવનારા લોકોને કોરોના ટેસ્ટ  કરાવવા અપીલ કરી છે.

આ પણ વાંચો :6 હજારની સાડી પહેરતી મમતા બેગમ બંગાળને બનાવી દેશે મિની પાકિસ્તાન, જાણો કોણે કહ્યું આવુ

જણાવી દઈએ કે 2 માર્ચે કોરોના રસીનો પ્રથમ ડોઝ પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SCHEMES) માં લીધો હતો. ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કર્યું કે તેમના પિતા અને માતાએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો. ઓમરે અન્ય લોકોને પણ રસી લેવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM મહેબુબા મુફ્તીની પાસપોર્ટ અરજી નામંજૂર, CID બાદ કોર્ટના શરણે પણ નિરાશા

जम्मू-कश्मीर के...- India TV Hindi

આપને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં જમ્મુ કાશ્મીરમાં કોરોના વાયરસના 235 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 126 લોકો ઠીક થયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા હવે 1 લાખ 30 હજાર 228 પર પહોંચી ગઈ છે. જયારે  રાજ્યમાં કુલ એક લાખ 26 હજાર 129 લોકોનો ઠીક થયા છે. કોરોનાથી 1 હજાર 989 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે હજી 2  હજાર 110 લોકોની સારવાર ચાલુ છે.

આ પણ વાંચો :ફાઇવ સ્ટાર હોટલમાં ચાલી રહેલા ગેરકાયદેસર કેસિનો પર દરોડા, મહિલાઓ સહિત 14 લોકોની ધરપકડ