Cheating/ ઓફિસના એકાઉન્ટમાંથી એક કરોડની તફડંચી

30 વર્ષથી નોકરી કરતૈ શખ્સે આ રકમ સાયબર ફ્રોડમાં ગુમાવી

Top Stories India

Maharashtra News : સાયબર ફ્રોડનો એક અજીબ કેસ સામે આવ્યો છે.કમ ગુમાવી મુંબઈનાસાયબર ફ્રોડમાં  એક કંપનીમાં 30 વર્ષથી કામ કરતા શખ્સે પહેલા પોતાની કંપનીમાંથી 1.8 કરોડ ડાવી લીધા હતા. બાદમાં આ રૂપિયા તેણે સાયબર ફ્રોડમાં ગુમાવ્યા હતા. આ શખ્સે આ રકમ બે ગણી કરવાના ચક્કરમાં એક કંપનીમાં રોકી હતી.

મુંબઈની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા શખ્સ પર આરોપ છે કે તેણે કંપનીના 1.08 કરોડ ઉડાવી લીધા હતા. બાદમાં તેણે આ તમામ નાણાં એક ઈન્સ્યોરન્સ કંપનીમાં ઈન્વેસ્ટ કરી દીધા હતા. તેણે આ રકમ પોતાના નામે રોકાણ કરી હતી. જોકે તેને ખબર ન હતી કે આ રોકાણ એક સાયબર ફ્રોડ છે.

ઈલેક્ટ્રિક એન્ડ મિકેનીક વર્ક્સ નામની કંપનીમાં આ શખ્સ 1992થી કામ કરતો હતો. તેણે કંપીનાના માલિકો અને બોર્ડ મેમ્બર્સનો વિસ્વાસ જીતી લીધો હતો. જેને કારણે તેને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન માટે ઓટીપીની ઓથોરિટી મળી ગઈ.

પોલીસની ચાર્જશીટ મુજબ આરોપીએ કંપનીના એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્સન દ્વારા આ રકમ ઉપાડી હતી. ફોરેન્સિંક ઓડિટની રિપોર્ટમાં કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ખુલાસો કર્યો કે 1.8 કરોડની છેતરપિંડી થઈ છે. જે 2016 અને 2023 દરમિયાન થઈ હતી.

ધરપકડ કરાયેલા આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. તેણે કહ્યું કે 2021 દરમિયાન તેને ચાર જણાના ફોન આવ્યા હતા જેમણે દાવો કર્યો હતો કે તે તેના નાણાં ડબલ કરી દેશે. બાદમાં આરોપીએ કંપનીના પૈસા તેમાં લગાવી દીધા હતા. આરોપીએ આ રકમ અલગ અલગ પેમેન્ટના નામે કાઢી હતી. જેમાં ઈન્ક્મટેક્ષ અને જીએસટી વગેરેના નામ સામેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Supremecourt-Patanjali/પતંજલિના ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, બાબા રામદેવ અને MD બાલકૃષ્ણે માંગી બિનશરતી માફી

આ પણ વાંચો: cm arvind kejrival/અરવિંદ કેજરીવાલ પંહોચ્યા સુપ્રીમ કોર્ટ, દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં  હાઈકોર્ટમાંથી ના મળી રાહત

આ પણ વાંચો: Airfare/ફ્લાઈટ્સ કેન્સલ થવા અને મુસાફરીની માંગમાં વધારાને કારણે હવાઈ ભાડામાં 20 થી 25 ટકાનો વધારો