પાકિસ્તાને ફરી એક વખત સરહદ પર ફાયરિંગ કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.પૂંછ જિલ્લાના શાહપુર સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું. જ્યારે કઠુઆ જિલ્લાના હીરાનગર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પાકિસ્તાની રેન્જરો દ્વારા જોરદાર ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું, જેમાં એક બીએસએફ જવાન ઘાયલ થયો હતો. ભારતીય સૈનિકો પૂંછ અને કઠુઆમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ડેમનું બાંધકામ સોમવારે સાંજે સાત વાગ્યે મણિયારી અને સતપાલ બોર્ડર આઉટ પોસ્ટ વચ્ચે શરૂ કરાયું હતું. આથી ગુસ્સે ભરાયેલા, પાકિસ્તાની રેન્જરો ફરી એકવાર મણિયારી ગામની આસપાસ ભારે ફાયરિંગ શરૂ કર્યું હતું. રાત્રે 8:15 મિનિટની આસપાસ શરૂ થયેલ ફાયરિંગને બીએસએફની સતપાલ પોસ્ટએ પણ જડબાતોડ જવાબ આપ્યો.
આપને જણાવી દઈએ કે કલમ 370 નાબૂદ થયા હચમચી ગયેલા પાકિસ્તાન સરહદ પરના ભારતીય ગામડાઓ અને સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યું છે. ભારતીય સુરક્ષા દળો પણ પાકિસ્તાનની આ કાર્યવાહીને યોગ્ય જવાબ આપી રહ્યા છે.
આ પણ વાંચો : કરતારપુર કોરિડોર: પાકનો ના-પાક ખેલ, ઉદઘાટનમાં સાહેબને કાપી સિંહને આમંત્રણ આપશે
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
