Covid-19/ યુકેથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં ચાર પેસેન્જરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, જેમાં એક બ્રિટિશ નાગરિક

લંડનથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં કુલ ચાર મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ ફ્લાઈટમાં કુલ 275  મુસાફરો હતા. જે પૈકી ચાર મુસાફરો કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું છે.

Top Stories Ahmedabad Gujarat

બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારો સામે આવ્યા બાદ યુરોપ સહિત વિશ્વના અન્ય દેશોમાં હલચલ મચી ગઈ છે. ભારત પણ આની સર જોવા મળી છે. લંડનથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં કુલ ચાર મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ ફ્લાઈટમાં કુલ 275  મુસાફરો હતા. જે પૈકી ચાર મુસાફરો કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું છે. જયારે બાકીના 271 મુસાફરોનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. પોઝીટીવ આવેલા ચારમાંથી એક મુસાફર બ્રિટીશ નાગરિક હોવાનું સામે આવ્યું છે. જેના રીપોર્ટ નેગેટીવ છે તેમને પણ ક્વોરોન્ટાઇન રહેવું પડશે.

BHARUCH / સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી કેસો માટે અપુરતો સ્ટાફ…

Covid-19 / કોલકતા એરપોર્ટ પર બ્રિટેનથી આવેલા બે યાત્રીઓ કોરોના પોઝિટિવ…

ભારત સરકારે 31 ડિસેમ્બર સુધી યુકેથી આવતી તમામ ફ્લાઇટ્સ અટકાવી દીધી છે. આ પહેલા યુરોપ અને વિશ્વના અન્ય ઘણા દેશોએ પણ બ્રિટનથી આવતી ફ્લાઇટ્સને અસ્થાયીરૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે. તો બ્રિટનથી આવતા દરેક પેસેન્જરના કોરોના RTPCR ટેસ્ટ એરપોર્ટ પર કરવામાં આવી રહ્યા છે.

નોધનીય છે કે, 22 ડિસેમ્બરે રાત્રે 11.59 વાગ્યા સુધી જ મુસાફરો બ્રિટનથી ભારત આવી શકશે. જે બાદ 31 ડિસેમ્બર સુધી ત્યાંથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

education / CBSE બોર્ડની પરીક્ષાઓને લઈ શિક્ષણ મંત્રીનો મોટો નિર્ણય…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…