Rajkot News/ સ્વ. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલિબેનની રાજકારણમાં એન્ટ્રી, રાજકોટ શહેર કારોબારીમાં મળ્યું સ્થાન

રાજકોટ શહેર ભાજપના માળખામાં પૂર્વ સ્વ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન (Anjaliben) રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે રાજકારણમાં તેમની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે.

Top Stories Gujarat Rajkot Breaking News
રાજકોટ ભાજપના માળખામાં Anjalibenનો સમાવેશ

Rajkot News: ગુજરાતના સ્વ. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani) ના પત્ની અંજલિબેન (Anjaliben)  રૂપાણીની રાજકારણમાં એન્ટ્રી થઈ ગઈ છે. અંજલિબેન રૂપાણીનો લાંબા સમયથી રાજકારણમાં એન્ટ્રીની અટકળો ચાલતી હતી અને તે એન્ટ્રી કરશે તે સુનિશ્ચિત હતુ, પરંતુ ક્યારે કરશે તે સુનિશ્ચિત ન હતું. પણ હવે અંજલિબેન (Anjaliben) રૂપાણીને રાજકોટ ભાજપ (Rajkot BJP) ના શહેર માળખાની કારોબારીમાં સ્થાન આપવામાં આવતા તેમનો પણ રાજકારણમાં વિધિવત્ પ્રવેશ થઈ ગયો છે.

રાજકોટ શહેરની 70 સભ્યોની કારોબારીમાં અંજલિબેન (Anjaliben) સમાવાયા

રાજકોટ શહેર ભાજપમાં કારોબારીના 70 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. તેમા સ્વ. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલિબેન (Anjaliben Rupani) રૂપાણીનો સમાવેશ કરવામાં આવતા હવે તેમની રાજકારણમાં વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે સ્વ. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં અવસાન થયું હતું.

રાજકોટ ભાજપના માળખામાં Anjalibenનો સમાવેશ
રાજકોટ ભાજપના માળખામાં Anjalibenનો સમાવેશ

રાજકોટ ભાજપના નવા માળખામાં વિજય રૂપાણીના સમર્થકોને સમાવી લેવાયા

રાજકોટ શહેર ભાજપમાં થયેલી નિમણૂકોમાં સ્વ. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સમર્થકો (Supporters) નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તે બધાને પક્ષના માળખામાં શહેર ભાજપમાં સ્થાન આપવામાં આવ્યું છે. આમ રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ચૂંટણી પૂર્વે પક્ષની અંદર આંતરિક જૂથવાદ ન વકરે તે રીતે બધી નિમણૂકો કરવામાં આવતા રાજકોટની અંદર પક્ષનો મોટો હિસ્સો સંતુષ્ટ થઈ ગયો હોવાનું કહેવાય છે.

નારાજગી ટાળવા ભાજપના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં અપાયું માળખાને અંતિમ સ્વરૂપ

શહેર ભાજપ પ્રમુખ એક મહિના પહેલાં જ શહેર સંગઠન માળખાની જાહેરાત કરી હતી અને તે સમયે થોડી ઘણી પણ નારાજગી હોવાનું જાણી ભાજપના વરિષ્ઠ આગેવાનો ત્યાં દોડી ગયા હતા.ભાજપના 10થી 15 જેટલા ટોચના આગેવાનોએ પછી રાજકોટમાં ભાજપના વરિષ્ઠ સભ્યો સાથે સલાહમસલત કરીને સંગઠનના માળખાને આખરી ઓપ આપ્યો હતો અને નારાજગી દૂર કરી હતી. તેના કારણે શહેર ભાજપમાં થયેલી નિમણૂકોમાં ક્યાંય અસંતોષ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

રાજકોટ ભાજપના ત્રણ મહામંત્રીને પણ સોંપાઈ જવાબદારી

શહેર ભાજપના કારોબારી માળખામાં અંજલિબેન રૂપાણી ઉપરાંત વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ મહામંત્રી અશ્વિન મોલીયા, કિશોર રાઠોડ, પૂર્વ પ્રમુખ કશ્યપ શુક્લા, પૂર્વ મહિલાપ્રમુખ કિરણબેન માંકડિયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, પૂર્વ ઉપપ્રમુખ પૂજાબહેન પટેલનો 70 સભ્યોની કારોબારીમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ભાજપના ત્રણેય મહામંત્રીને વિધાનસભા મુજબ ઝોનની ફાળવણી કરવામાં આવી છે. વલ્લભ દુધાત્રાને પૂર્વ વિધાનસભા 68, લલિત લાડોલિયાને પશ્ચિમ વિધાનસભા 69 અને યોગેન્દ્રસિંહ જાડેજાને વિધાનસભા 70-71ની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના પંદરેક વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં બધા 18 વોર્ડના પ્રભારી અને કારોબારીના 70 સભ્યની નિમણૂક કરવામાં આવી છે.


આ પણ વાંચો: વિજય રૂપાણીનો મૃતદેહને લઈ પરિવાર રાજકોટ એરપોર્ટ પહોંચ્યો

આ પણ વાંચો: પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણી અને દિવંગત પૂર્વ સભ્યોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો: પૂર્વ CM વિજય રૂપાણીની કુળદેવી સમક્ષ કરેલી બે ઈચ્છાઓ રહી ગઈ અધૂરી!